News of Wednesday, 23rd April 2025
અમરેલીમાં વિમાન તુટી પડવાની દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ
અમરેલીવાસીઓના જીવની પરવાનગી કર્યા વગર મંજુરી આપી હોવાના આક્ષેપ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૩: અમરેલીમાં ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પાયલોટનું મોત પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
અમરેલીમાં ગઈકાલે બપોરના પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું ડબલ સીટનું મીની પ્લેન ઉડાન ભર્યું હતું અને ગેરીયા ગામ નજીક શાષાીનગરમાં ખુલ્લા પ્લોટમાં લેન્ડિંગ સમયે આ પ્લેન ટુટી પડ્યું હતું અને થોડીક ક્ષણોમાં ધડાકા ભેર પ્લેનમાં આગ લાગી હતી રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં ભયભીત થયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવવા લાગ્યા હતા દરમિયાન પોલીસની ટીમો અને ફાયર ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં મેળવી અંદરથી પાયલોટ અમદાવાદના અનિકેત મહાજનની બળી ગયેલી હાલતમાં ડેડ બોડી બહાર કાઢી પીએમ માટે મોકલી દેવામાં આવી હતી પાયલોટને બચાવવા ઘટના પર હાજર વિશાલભાઈ માધડ નામના વ્યક્તિ દાજી જતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પ્લેન ક્રેશ થયું ત્યાં એક વાછડી બાંધી હતી તેનું પણ મોત નીપજ્યું હતું. આ ગુના અંગે પોલીસનો સંપર્ક કરતા ડીજીશેર એટલે કે ડાયરેક્ટર સિવિલ એબિએશન મુંબઈ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવાયો છે અને ત્યારબાદ જ બેદરકારી અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી થશે
આ ટ્રેનિંગ સેન્ટર શરૂ થયું ત્યારથી જ સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આ સેન્ટરને ખુલ્લા સ્થળ ઉપર ચલાવવા માંગ કરી હતી પરંતુ તંત્રએ અમરેલી વાસીઓના જીવની પરવાનગી કર્યા વગર ચલાવતા દુર્ઘટના સર્જાઇનો ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
