News of Wednesday, 23rd April 2025
પ્રભાસ પાટણમાં કાલે બપોરે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રમેશભાઇ શુકલના
વ્યાસાસને રામકથાનો પ્રારંભ : પાલીતાણાનાં સુવિખ્યાત શ્રી કાલભૈરવ મંદિરના મહંત અને ભાગવતાચાર્ય કુહાડા પરિવારના યજમાનપદે આયોજીત કથાનું રસપાન કરાવશે

રાજકોટ તા.૨૩: શ્રી વેરાવળ પાટણ (સોમનાથ) સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ સ્થિત શ્રી સોમનાથ મંદિરે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે.
કાલે તા. ૨૪ એપ્રિલના ગુરૂવારથી તા. ૨ મેં શુક્રવાર સુધી પ્રભાસપાટણના શ્રી સોમનાથ મંદિરે સાગર દર્શન હોલ ખાતે આયોજીત શ્રી રામકથામાં વ્યાસપીઠ ઉપર ખ્યાતનામ કથાવકતા પ્રખર ભાગવતાચાર્ય શ્રી કાલભૈરવ મંદિરના મહંત શ્રી રમેશભાઈ શુકલ (પાલીતાણાવાળા) કથાનું સંગીતમય રસપાન કરાવશે. કથાનો સમય બપોરે ૩ થી ૬ સુધીનો રહેશે.
શ્રી રામકથામાં શ્રી શિવ વિવાહ, શ્રી રામ જન્મ ઉત્સવ, શ્રી રામ વિવાહ, શ્રી કેવટ પ્રસંગ, શ્રી ભરત મિલાપ, શ્રી સુંદરકાંડ, શ્રી રામેશ્વર પૂજન, શ્રી રામરાજયાભિષેક જેવા પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવનાર છે.
ભાગવતાચાર્ય અને પાલીતાણા કાલભૈરવ મંદિરના મહંત શ્રી રમેશભાઇ શુકલએ જણાવેલ છે કે આ કથાનું નામ ‘‘માનસવંદેમાતરમ'' રાખવામાં આવેલ છે.
આ શ્રી રામકથાના મુખ્ય યજમાન કુહાડા પરિવાર છે. શ્રી વેરાવળ પાટણ(સોમનાથ) સનાતન હિન્દુ સેવા સમાજ તથા સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કથાનો લાભ લેવા કિશોરભાઈ કુહાડા અને જીતુભાઈ કુહાડા દ્વારા નિમંત્રણ અપાયું છે.(૨.૧૪)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
