<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સુરેન્‍દ્રનગર રેલ્‍વે યાર્ડમાં મુખ્‍ય લાઇન પર દોડતી ટેન્‍કર ટ્રેન પાટા તુટી જતા ખડી પડીઃ પેસેન્‍જર ટ્રેનોને અસર: જુઓ વિડિયો

રાત્રે બનેલી ઘટનાને રેલતંત્રએ કર્યો છુપાવાનો પ્રયાસઃ ફાસ્‍ટ પેસેન્‍જર ટ્રેનને નડયો હોત અકસ્‍માત તો બિહામણા દ્રશ્‍યો સર્જાત

રાજકોટ તા.૨૩: ગઇરાત્રે રાજકોટ -મુંબઇ સહિતના મુખ્‍ય સ્‍ટેશનોને જોડતા મુખ્‍ય રેલમાર્ગ ઉપર સુરેન્‍દ્રનગર રેલ્‍વે યાર્ડમાં પેટ્રોલીયમ ટેન્‍કરની ખાલી ટ્રેન પાટા તુટી જવાના કારણે ખડી પડી હતી. ગંભીર ગણી શકયા તેવી આ ઘટનાને રેલતંત્રએ છુપાવવાના પ્રયાસો કર્યાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્‍યું છે. આ લખાય છે ત્‍યારે બપોર સુધી રેલ્‍વેએ સતાવાર રીતે આ અકસ્‍માતની વિગતો જાહેર કરી નથી.

તસ્‍વીરો સર્જાયેલા અકસ્‍માતની ગંભીરતાની પ્રતિતિ કરાવી રહી છે. જો આ અકસ્‍માત સતત બીઝી રહેતા આ ટ્રેક ઉપર પેસેન્‍જર ટ્રેનને નડયો હોત તો શું થયું હોત? તેવો પ્રશ્‍ન જાણકારો ઉઠાવી રહયા છે. તેમનું કહેવુ છે કે, માલગાડી કરતા પેસેન્‍જર ટ્રેનોની સ્‍પીડ અનેકગણી વધુ હોય છે. માટે જો પેસેન્‍જર ટ્રેન પસાર થતી હોત ત્‍યારે જો પાટા તુટયા હોત તો બિહામણા દ્રશ્‍યો સર્જાયા હોત. ગંભીર અકસ્‍માતને કારણે સલામતીના અનેક પ્રશ્‍નો પણ ઉઠયા છે. આ અકસ્‍માતના કારણે રાત્રે પસાર થતી ટ્રેનોના સમયમાં ફેરફારો કરવા પડયા હતા. રેલતંત્રએ ખડી પડેલા ટેન્‍કરોને હટાવી આ ટ્રેક તાબડતોબ પુનઃ પ્રસ્‍થાપિત કર્યા બાદ પેસેન્‍જર ટ્રેનોને પસાર કરાવી હતી. (૨.૨૧)

(3:39 PM IST)