<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીની આવક ધીમે ધીમે વધારો : જાણો કેટલા કવીન્ટલ આવક એની શું રહયો હતો ભાવ

યાર્ડમાં વિવિધ જણસીઓની આવક નોંધાઈ: લોકવન ઘઉંનો ભાવ 20 કિલોના રૂ. 460 થી રૂ. 539 સુધી નોંધાયો

જૂનાગઢ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીનો ભાવ 20 કિલોના રૂ. 800 થી રૂ. 2000 સુધી નોંધાયો હતો. એટલે કે કેરીના 10 કિલોના ભાવ જોઇએ તો 1000 રૂપિયા સુધી બોલાયા છે. આજે 454 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું. હાલમાં કેરીની આવક ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.

   જૂનાગઢ યાર્ડમાં કેરીના ભાવની વાત કરીએ તો 22 એપ્રિલના રોજ 457 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું. પ્રતિ 20 કિલોનો ભાવ 900 રૂ.થી 2100 રૂપિયા સુધી બોલાયો હતો.

જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી. લોકવન ઘઉંનો ભાવ 20 કિલોના રૂ. 460 થી રૂ. 539 સુધી નોંધાયો હતો, જેમાં સારી આવક જોવા મળી હતી. બીજી તરફ, ટુકડા ઘઉંનો ભાવ રૂ. 470 થી રૂ. 578 સુધી રહ્યો હતો.

બજારમાં વિવિધ પ્રકારની શાકભાજીની નોંધપાત્ર આવક જોવા મળી હતી. લીંબુનો ભાવ રૂ. 1800 થી રૂ. 2000 પ્રતિ 20 કિલો નોંધાયો હતો. જ્યારે ડુંગળીનો પ્રતિ 20 કિલોનો ભાવ 60થી 130 રૂપિયા સુધી બોલાયો હતો. ટામેટાનો પ્રતિ 20 કિલોનો ભાવ 200થી 300 રૂપિયા સુધી બોલાયો હતો.

(7:05 PM IST)