<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામની ઘટના અંગે જામ ખંભાળિયામા આતંકવાદનું પૂતળાં દહન કરતું બજરંગદળ

જોધપુર ગેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આંતકવાદનું પૂતળા દહન કરી ભારે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

( કૌશલ સવજાણી દ્વારા ) જામ  ખંભાળીયા :  જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં ધર્મ પૂછીને અનેક હિન્દુને ગોળી મારી હત્યા કરવામાં આવી છે  સમગ્ર દેશમાં હિન્દુ સમાજ માં આક્રોશ છે ત્યારે જામ ખંભાળિયામા જોધપુર ગેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આંતકવાદનું પૂતળા દહન કરી ભારે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું   

 જેમાં બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સા.મિ.કેન્દ્ર પ્રમુખ અમિતભાઈ જાદવાણી , ખંભાળીયા શહેર મંત્રી મનિષભાઈ જેઠવા, કાર્યકારી અધ્યક્ષ પરેશ ભાઈ કુંડલીયા ,  સેવા વિભાગ પ્રમુખ કિરણબેન સરપદળીયા, વિજય ભાઈ કટારીયા,તેમજ  બજરંગદળ કાર્યકર કિશનભાઈ ગોહેલ, શક્તિભાઈ ગઢવી,  કિશનભાઈ રુડાચ , શૈલેષ મકવાણા અને ધીરુભાઇ ટાકોદરા મિલનભાઈ કિરતસાતા ઇન્દ્રજીતસિંહ પરમાર અશોકભાઈ કાનાણી દીપકભાઈ ચાવડા નીતિનભાઈ પીઠયા જીતુભાઈ ગઢવી સહીતના આગેવાનો જોડાયા  હતા

(8:24 PM IST)