<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

કાશ્મીર હુમલાને લઈને સોમનાથ મંદિર ગીર સોમનાથ સમુદ્ર કીનારે સજજડ સુરક્ષા: રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ સુરક્ષા,ધોડ સવાર પોલીસ સહીત બ્રાંન્ચોનું હાઈવે તથા હોટલોમાં સજજડ ચેકીગ : એસ.પી

હોટલો, ધર્મશાળાઓમાં પથીકએપ સોફટવેર મારફત યાત્રીકોની ચકાસણી: હોટલો, ધર્મશાળાઓ,ફાર્મહાઉસોમાં પ્રવાસીઓના આઈ કાર્ડની ચેકીંગ: તમામ બસ સ્ટેન્ડો, રેલ્વે સ્ટેશનોમાં આકસ્મીત ચેકીગ

કાશ્મીર હુમલાને લઈને વિશ્વ સુપ્રસિધ્ધ મંદિર તમજ ગીર સોમનાથ જીલ્લાના દરીયાકિનારો માં સજજડ સુરક્ષા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીગ કરવામાં આવી રહેલ છે જીલ્લા માં આવવા જવાના દરેક સ્થળો ઉપર સધન ચેકીગ ચાલુ કરાયેલ છે હોટલો, ધર્મશાળાઓ,ફાર્મહાઉસોમાં પ્રવાસીઓના આઈ કાર્ડ ની ચેકીંગ બાદ પ્રવેશ અપાય રહેલ છે દરિયામાં પોલીસ દ્વારા સુરક્ષાની બોટો અનેક બોટોમાં ઓચીતી તપાસ કરાઈ રહેલ છે.

ગીર સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા કાશ્મીલ હમલાને લઈને સોમનાથ મંદિરની ઝેડ કક્ષાની સુરક્ષા કાયમી છે તેને વધુ મજબુત સજજડ કરવા માટે વધારાની સુરક્ષાઓ રાઉન્ડ ધ કલાક પટોલીંગ કરાયેલ છે મંદિર જવા આવવા ના રસ્તે વાહનો સહીત દરેકન ચેકીંગ કરવામાં આવે છે મંદિરની આજુ બાજુ બાયપાસ રોડ ઉપર હોટલો, ધર્મશાળાઓમાં પથીકએપ સોફટવેર મારફત યાત્રીકો પવાસીઓની ચકાસણી કરવામાં આવી રહેલ છે મંદિર સુરક્ષાના ડીવાયએસપી,પી.આઈ ૨,પી.એસ.આઈ ૪,સોમનાથ સુરક્ષાના કર્મચારીઓ,બે એસઆરપી ટીમ, ગ્રામ્ય રક્ષક દળ, હોમગાર્ડ,જીઆરડી, ડોગ સ્કોડ, ધાડે સવાર, હથિયાર સાથે સજજ વાહન તેમજ સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાના કર્મચારીઓ સહિત મંદિર તથા આજુબાજુ ની તમામ સુરક્ષા ખુબજ મજબુત રીતે સંભાળી રહેલ છે વિશ્વ પસધ્ધ મહાદેવ મંદિર ઝેડ કક્ષાની સરક્ષામાં આવે છે જેથી પોલીસ દરરોજ સજજડ સુરક્ષા વ્યયવસ્થા રાખે છે પણ હુમલા ને લઈને આ સુરક્ષા વધુ મજબુત બનાવવામાં આવેલ છે.

એસ.પી જાડેજા એ વધ માં જણાવેલ હતું ગીર સામનાથ જીલ્લાનો દરિયાઈ વિસ્તાર ખુબજ મોટો હોય જેથી આ દરિયાઈ વિસ્તારમાં આવતી જતી તમામ બોટો માં ઓચીતું ચેકીંગ હાથ ધરવામાં આવે છે પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાની બોટો ફરી રહેલ છે ટંડેલ, ખલાસી પાસે આઈડેન્ટી તેમજ ટોકન આપેલ હોય ત તપાસવામાં આવેલ છે જીિલ્લામાં આવેલ ગેસ્ટહાઉસો,ફાર્મહાઉસો,ધર્મશાળાઓ, મુસાફર ખાના માં આવતા જતા પ્રવાસીઓ યાત્રીકો સધન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે જીલ્લના તમામ બસ સ્ટેન્ડો, રેલ્વે સ્ટેશનોમાં આકસ્મીત ચેકીગ કરાઈ રહેલ છે સોમનાથ મંદિર નજીક વેરાવળ રેલ્વે સ્ટેશન મોટું હોય ત્યાં સૌથી વધારે ટ્રને અવર જવર કરતી હોય તેથી તેનું વધારાન ચેકીંગ હાથ ધરાયેલ છે પોલીસ તંત્ર સોશ્યલ મીડીયા ઉપર સતત નજર રાખી રહેલ છે જીલ્લા ના તમામ પોલીસ સ્ટેશનો એલસીબી, એસઓજી, સાઈબર સેલ, મહલા પોલીસ સહિત ની તમામ બ્રાંન્યો સુરક્ષાને ધ્યાનમાં લઈને વધુ સતર્ક બની છે.

(9:16 PM IST)