News of Wednesday, 23rd April 2025
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી તાલુકા પોલીસ

ધોરાજી:-ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતો ફરતો આરોપીને તાલુકા પોલીસે પકડી પાડ્યા છે
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ તથા મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્રાજ ધોરાજી વિભાગનાઓએ નાશતા-ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી તાલુકા પોલીસ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો ધોરાજી તાલુકા પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી હકીકતના આધારે ગાંધીનગર ગ્રામ્ય ના માણસા પો.સ્ટે.ના ગુના I.P.C કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબના ગુન્હાના કામે નાશતો ફરતો આરોપી ને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે આરોપી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઃ કિશોરભાઇ મનજીભાઇ ઢાંકેચા રહે મોટીપરબડી બાવીસા સમાજની બાજુમા તા.ધોરાજી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીમાં મનિષભાઇ વરૂ પો.હેડ.કોન્સ,દિવ્યરાજસિંહ પઢીયાર પો.હેડ.કોન્સ, જગદિશભાઇ સુવાણ પો.હેડ.કોન્સ, ઇશીતભાઇ માણાવદરીયા પો.કોન્સ, ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
