News of Wednesday, 23rd April 2025
ધોરાજી VYO વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સત્સંગ પ્રવાહમાં ધોરાજી ઘટકનો દેશમાં પ્રથમ નંબર:મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અને સન્માનિત
ધોરાજી શહેર અને તાલુકામાં 104 જેટલા સત્સંગ કેન્દ્ર મહિલાઓ દ્વારા ચાલે છે જે સમગ્ર ભારતમાં પ્રથમ નંબર ધોરાજીએ હાંસલ કર્યો:પી.સી. ગુંદણીયા પ્રમુખ ધોરાજી VYO

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી :-ધોરાજી VYO વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સત્સંગ પ્રવાહમાં ધોરાજી ઘટકનો સમગ્ર ભારત દેશમાં પ્રથમ નંબર આવ્યો છે મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અને સન્માનિત કરાયા હતા
ધોરાજીના ઉપલેટા રોડ કડવા પાટીદાર સમાજ ખાતે ધોરાજી શહેર અને તાલુકાના 104 જેટલા સત્સંગ કેન્દ્રની મહિલાઓનો વિશાળ સત્સંગ સભા યોજાઈ હતી આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ પી.સી. ગુંદણીયા એ જણાવેલ કે વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી વ્રજરાજ કુમાર મહોદય ની આજ્ઞાથી સમગ્ર દેશમાં અને વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના માધ્યમથી મહિલા સત્સંગ કેમેરો શરૂ કરવામાં આવ્યા છે જેમાં ધોરાજી શહેર અને તાલુકામાં 104 જેટલા સત્સંગ કેન્દ્ર શરૂ થતા જે સંસ્થાની ઓફિસ ખાતે નોંધ લેવામાં આવી હતી અને એ સત્સંગ કેન્દ્રના માધ્યમથી ધોરાજીમાં વૈષ્ણવ ધર્મનો પ્રચાર અને પૂજ્ય ગોસ્વામી વ્રજરાજ કુમાર મહોદય ના આશીર્વાદથી ખૂબજ સત્સંગનો વ્યાપ વધ્યો અને સમગ્ર દેશમાં ધોરાજી કેન્દ્રનો પ્રથમ નંબર આવ્યો જેમાં આપ સૌને અભિનંદન પાઠવું છું એટલું જ નહીં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં ધોરાજીના vyo સત્સંગ પ્રવાહની ટીમ અમદાવાદ ખાતે પહોંચી હતી અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા જે ધોરાજી માટે ગૌરવની વાત છે અને સમગ્ર દેશમાં નંબર વન આવતા ધાર્મિક કામમાં ધોરાજી સત્સંગ કેન્દ્રમાં અગ્રેસર બનતા ધોરાજી નું ગૌરવ વધ્યું હતું
ઉપપ્રમુખ બાબુભાઈ જાગાણી એ જણાવેલ કે આજે ધોરાજીના કડવા પાટીદાર સમાજમાં જે પ્રકારની મેદની જોવાઈ રહી છે મહિલાઓની મેદની જોતા પ્રુષ્ટી સંપ્રદાય ના સતસંગનો ધોરાજી કેન્દ્રમાં વ્યાપ વધ્યો છે તે બદલ તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા
વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભ યુથ ઓર્ગેનાઈઝશન દ્રારા ભાવિકોનું ધર્મ પરત્વે ભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ થાય. તેમજ ધર્મ કાર્ય સાથે સમાજ સેવાની ઉદ્દાર ભાવના સાથે સમગ્ર રાષ્ટ્રિય સ્તરે કાર્યરત છે. સાથોસાથ ધોરાજી ઘટક દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
ધોરાજી વી વાય ઓ ઘટક દ્રારા સત્સંગ પ્રવાહમાં ભારત માં સર્વ પ્રથમ નંબર મેળવ્યો હતો. જે અન્વયે ધોરાજી કડવા પાટીદાર સમાજમાં મહીલા પાંખ દ્રારા સત્સંગ, સન્માન સમારોહ માં vyo ગ્રુપના પરસોતમભાઈ ગુંદણીયા પ્રમુખશ્રી.
પ્રમોદભાઈ રાખોલીયા ઉપપ્રમુખ. નિતિનભાઈ જાગાણી પ્રભારી નયનાબેન એ. હિનસુ મહિલા પ્રમુખ તેમજ બાબુલાલ જાગાણી ઉપપ્રમુખ એડવોકેટ અશોકભાઈ હીંસુ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
અને મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના સત્સંગ મંડળના બહેનો હાજર રહ્યાં હતાં
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
