<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પોરબંદરની બંધ ગાયવાડી સરકારી ડીસ્‍પેન્‍સરીથી ગરીબ-મધ્‍યમ વર્ગના હજારો દર્દીઓ હેરાન

કેટલાંક અશકતો વયોવૃધ્‍ધ દર્દીઓને દુર આવેલ સરકારી હોસ્‍પિટલમાં ધક્કા ખાવાની મજબૂરીઃ રિનોવેશનના નામે બંધ કરેલી ડિસ્‍પેન્‍સરી અચોકકસ મુદત સુધી ર વર્ષથી બંધ છે :પીઢ પત્રકાર એચ. એમ. પારેખની ટેલિફોનિક રજાુઆત બાદ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા અને અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ બંધ ડિસ્‍પેન્‍સરી ચાલુ કરાવવા ખાતરી આપી

પોરબંદર તા. ર૪ :.. ગાયવાડી વિસ્‍તારમાં ૧૦૦ વર્ષ જૂની સરકારી આરોગ્‍ય ડિસ્‍પેન્‍સરીને અચોકકસ મુદત સુધી બંધ કરી દેવામાં આવતા ગાયવાડી વિસ્‍તારમાં રહેતા અને નિયમીત દવા લેતા અશકત વયોવૃધ્‍ધ દર્દીઓ તેમજ અન્‍ય દર્દીઓને દુર આવેલી સરકારી હોસ્‍પિટલમાં દવા લેવા માટે મજબૂર થવું પડે છે.

કેટલાંક દર્દીઓને દુર સરકારી હોસ્‍પિટલમાં નિદાન અને દવા માટે વાહન ભાડુ ચુકવવામાં મુશ્‍કેલી પડે છે. ગાયવાડીમાં મોટે ભાગે શ્રમજીવી અને પછાત વર્ગની વસ્‍તી છે.

તેઓ દુર સરકારી હોસ્‍પિટલમાં દવા લેવા જાય તો તેમનું રોજગારી માટેનું રોજ ભાંગે છે. સરકારી હોસ્‍પિટલમાં જવા માટે સમય બગાડવો પડે છે.

પીઢ પત્રકાર એચ. એમ. પારેખ ગાયવાડી બંધ ડીસ્‍પેન્‍સરીના પ્રશ્ને સારી રીતે વાકેફ છે અને તેઓએ બંધ ડીસ્‍પેન્‍સરી ચાલુ કરવા કોઇ સેવાભાવી સંસ્‍થા કે લોકફાળા અંગેનાં સૂચન સાથેની મોબાઇલ ફોનથી રજૂઆત વારાફરતી ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા અને  અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાને કરી હતી. અર્જુનભાઇ અને રામદેવભાઇ બન્‍ને મહાનુભાવોએ બંધ સરકારી ડિસ્‍પેન્‍સરીને ફરીથી ચાલુ કરવા પ્રયત્‍નો માટે ખાતરી આપી હતી.

સરકારી ડીસ્‍પેન્‍સરી બંધ થયા બાદ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ અગાઉ સરકારમાં રજૂઆત કરતા ડીસ્‍પેન્‍સરીનું રીનોવેશન કરવાનું હોય આ ડીસ્‍પેન્‍સરી બંધ કર્યાનું બહાનું બતાવ્‍યું હતું. રામદેવભાઇની  રજૂઆત બાદ ગાયવાડી વિસ્‍તારમાં ૩ મોબાઇલ વાન દ્વારા અઠવાડીયામાં ત્રણ વખત આરોગ્‍ય સેવા ચાલુ કરાય હતી. આ મોબાઇલ ડીસ્‍પેન્‍સરી  આરોગ્‍ય સેવા થોડા સમય બાદ બંધ કરી દેવાામં આવી છે. કહેવાય છે કે ગાયવાડીની કિંમતી જમીન ઉપર રાજકીય ભૂમાફિયાઓની  સ્‍વાર્થી નજર છે. ગાયવાડી ડિસ્‍પેન્‍સરીને રિનોવેશનના નામે બંધ કર્યાને આજે ર વર્ષથી વધુ સમય વિતી ગયો છે. આ પ્રશ્ને સરકારમાં કોઇ દાદ મળતી નથી. (પ-૮)

(10:09 AM IST)