તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
પાટડીમાં ધારીયા સાથે ઘસી આવી દુકાન ચલાવવી હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી વેપારીને ધમકી આપી

વઢવાણ તા.૨૪: પાટડી મેઈન બજારમાં રેડીમેઈડ કપડાની દુકાન ધરાવતા વેપારીને ત્યાં એક શખ્સે આવી રૂપીયા ૫ હજારની માંગણી કરી હતી. જેમાં વેપારીએ રૂપીયા શેના તેમ પુછતા આરોપીએ દુકાન ચલાવવી હોય તો મને હપ્તો આપવો પડશે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી, કાઉન્ટરમાં લૂંટ ચલાવવાની કોશીષ કર્યાની પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પાટડીના જમાદાર વાસમાં રહેતા ૩૯ વર્ષીય પુનીતકુમાર શંકરલાલ પટેલ પાટડીની મેઈન બજારમાં ઉપવન રેડીમેઈડ નામે કપડાની દુકાને બજાણા ગામનો દેવા માનસંગભાઈ ઠાકોર હાથમાં ધારીયુ લઈને આવ્યો હતો અને પુનીતકુમાર પાસે રૂપીયા ૫ હજારની માંગણી કરી હતી. જેમાં તેઓએ રૂપીયા શેના આપવાના તેમ કહેતા આ શખ્સે અપશબ્દો કહી દુકાન ચલાવવી હોય, શાંતીથી રહેવુ હોય તો મને હપ્તો આપવો પડશે તેમ કહી ધમકી આપી હતી. અને કાઉન્ટરમાં રહેલા પૈસાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ શખ્સ દુકાનના ઓટલે ધારીયુ લઈને બેઠો હતો અને હવે તારી દુકાને કોણ ગ્રાહક આવે તે હું જોઉ છુ તેમ કહ્યુ હતુ.
બનાવની જાણ થતા આસપાસથી વેપારીઓ એકત્ર થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરતા પીઆઈ વાય.જી.ઉપાધ્યાય સહિની ટીમ દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. આ બનાવમાં મોટી સંખ્યામાં વેપારીઓએ પોલીસ મથકે ધસી જઈ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી અને તેની સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજ આરોપીએ ૨ વર્ષ અગાઉ આજ વેપારી પાસે ખંડણી માંગી હતી. જેનો કેસ હજુ કેસમાં ચાલુ છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
