તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
આટકોટના રમેશ દાફડાને છરી ઝીંકાઇ, મિત્ર સાથે આગળ જતાં કારથી બાઇક સહિત ઉલાળી દેવાયો
ચરખા ગામે માતાજીના માંડવામાંથી પરત આવતી વખતે જુના મનદુઃખમાં કોટડાપીઠા ગામે કિશન પરમારે આંતરી હુમલો કર્યો બાદ રમેશ મિત્ર હરેશના બાઇકમાં બેસી આગળ જતાં ઘુઘરાણાના પાટીયે મનુએ કારની ઠોકરે લીધોઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૪: જસદણના આટકોટમાં કૈલાસનગરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં રમેશભાઇ બાલાભાઇ દાફડા (ઉ.વ.૩૫)ને તે મિત્ર હરેશભાઇ ચનાભાઇ પરમાર (ઉ.વ.૪૦) સાથે ગત રાતે બાબરાના ચરખાથી માતાજીના માંડવામાંથી પરત આટકોટ આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં કોટડાપીઠા પાસે કિશન પરમારે જુના મનદુઃખનો ખાર રાખી તેને આંતરી માથામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. ત્યાંથી રમેશભાઇ અને હરેશભાઇ આગળ રવાના થતાં ઘુઘરાળા પાસે કિશનના જ સાગ્રીત એવા મનુએ આ બંનેને કારની ઠોકરે ચડાવી દેતાં ઇજાઓ થતાં રમેશભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે. હરેશભાઇને પણ ઇજા પહોંચી હતી પણ તેણે સારવાર લીધી નહોતી.
હોસ્પિટલના બિછાનેથી રમેશભાઇએ કહ્યું હતું કે હું મજુરી કરી ગુજરાન ચલાવુ છું. હું અને મિત્ર હરેશભાઇ ગઇકાલે ચરખા ગામે માતાજીના માંડવામાં ગયા હતાં. ત્યાંથી રાતે એકાદ વાગ્યે પરત આટકોટ જતાં હતાં ત્યારે બાઇક હરેશભાઇ હંકારતો હતો અને હું પાછળ બેઠો હતો. કોટડાપીઠા પાસે પહોંચતા રસ્તામાં કિશન પરમાર મળતાં તેની સાથે મનદુઃખ હોઇ અમને ઉભા રહેવા કહેતાં અમે ભાગ્યા હતાં. તેણે પાછળ આવી છરી કાઢી મારા માથામાં મારી દીધી હતી.
અમે ત્યાંથી બચીને ભાગી આગળ ઘુઘરાળાના પાટીયે આંબલીધાર પાસે પહોંચ્યા ત્યારે કિશનના ઓળખીતા મનુ વાલજીએ કાર લઇને આવી જાણી જોઇને અમારા બાઇકને કારથી ઠોકર મારી ઉલાળી દીધુ હતું. અમે દેકારો મચાવતાં તે ભાગી ગયો હતો. બાદમાં મને જસદણ સારવાર અપાવી રાજકોટ ખસેડાયો હતો. જુના મનદુઃખને કારણે કિશને હુમલો કર્યો હતો અને બાદમાં મનુને કાર લઇ મોકલી અમને ઠોકરે લીધા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીમાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે બાબરા પોલીસને જાણ કરતાં વધુ તપાસ થઇ રહી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
