તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 24th April 2025
વાંકાનેરના હસનપરમાં મૈત્રી કરારના ડખ્ખામાં દંપતિ પર ભરઉંઘમાં હુમલો
હીરાભાઇ સરીયા અને પત્નિ કંકુબેન સરીયાને રાજકોટ ખસેડાયાઃ પુત્ર મનોજને પણ ઇજાઃ મનોજનું સગપણ ભૂપત બાંભવાની દિકરી સાથે નક્કી કરી રકમ નક્કી કરી કરાર કર્યા હતાં અને યુવતિને લાવવામા઼ હતીઃ આ રકમ આજે ગુરૂવારે આપવાની હોઇ એ પહેલા રાતે હુમલો કરી યુવતિને પાછી લઇ જવાયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: વાંકાનેરના હસનપરમાં ધમલપર ચોકડી પાસે આવેલી દેવુબેનની વાડી વાવી ત્યાં જ રહેતાં હીરાભાઇ લક્ષમણભાઇ સરીયા (ઉ.વ.૫૦) અને તેમના પત્નિ કંકુબેન હીરાભાઇ સરીયા (ઉ.વ.૪૯) પર રાતે સાડા બારેક વાગ્યે વાડીએ ભરઉંઘમાં હતાં ત્યારે ગોપાલ ભરવાડ, વિજય સહિતનાએ ટોળકી રચી વાડીમાં ઘુસી કુહાડી-પાઇપથી હીચકારો હુમલો કરી બંનેને ઘાયલ કરતાં દેકારો સાંભળી પુત્ર મનોજ હીરાભાઇ બાંભવા (ઉ.વ.૨૨) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મનોજ સરીયાએ જણાવ્યું હતું કે અમે હસનપર દેવુબેનની વાડી વાવીએ છીએ અને ત્યાં જ રહીએ છીએ. મારુ સગપણ કરવાનું હોઇ ભુપત કરણાભાઇ બાંભવાની દિકરી કિંજલ સાથે મારા માતા-પિતાએ વાત ચલાવી હતી. એક મહિના પહેલા આ વાત નક્કી થઇ હતી તે મુજબ અમારે વીસ લાખ દિકરીના માવતરને આપવાના હતાં. મૈત્રી કરારના લખાણ બાદ અમે કિંજલને સાતેક દિવસ પહેલા અમારી ઘરે પણ લઇ આવ્યા હતાં. અમારે નક્કી થયેલી રકમ આજે ગુરૂવારે ૨૪મીએ ચુકવવાની હતી. પરંતુ એ પહેલા આગલી રાતે બુધવારે ભૂપતના કુટુંબીજનોએ ટોળકી રચી વાડીમાં ઘુસી જઇ મારા માતા, પિતા ઉંઘી રહ્યા હોઇ ઓચીંતા તેના પર હુમલો કર્યો હતો.
દેકારો થતાં હું જાગી જતાં બચાવવા માટે દોડતાં મને પણ માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આ લોકો કિંજલને પણ લઇ ગયા હતાં. કરાર કરીને તેણીને લાવ્યા હતાં અને પૈસા પણ ચુકવવાના હતાં આમ છતાં ડખ્ખો કરી હુમલો કરી યુવતિને પરત લઇ જવાઇ હતી. તેમ વધુમાં મનોજે કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભગીરથસિંહે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં આક્ષેપો અંગે તપાસ શરૂ થઇ છે
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
