<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

વઢવાણ ડેપ્‍યુટી કલેકટરની રેકી કરતા ત્રણ ઝડપાયા

ગેરકાયદે ખનીજ ચોરી કરનારા ઇસમોનો વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ લખતર પાસે પાંચ અને વઢવાણ પાસેથી ત્રણ ઓવરલોડ ખનીજ ભરેલ ડમ્‍પરો સહિત બે કરોડનો મુદ્દામાલ કબ્‍જે

વઢવાણ, તા.૨૪: સુરેન્‍દ્રનગરમાં વધુ એક વખત ઓડિયો ક્‍લિપ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યાનો મામલો સામે આવ્‍યો છે. લખતર, વઢવાણ નાયબ કલેકટર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુપ્ત માહિતી વાયરલ થઈ રહ્યાની માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ઈસમોના મોબાઈલની તપાસ કરતા સમગ્ર મામલાનો ફરી એક વખત પર્દાફાશ થયો છે.

લખતરથી વિઠ્ઠલગઢ જતા રોડ પર લખતર વઢવાણ પ્રાંતની ટીમ દ્વારા લખતરને વઢવાણ વિસ્‍તારમાં ચેકિંગ દરમિયાન એક કોલસો ભરેલું ડમ્‍પર જે રોયલ્‍ટી પાસ વગરનું હોવાનું માલુમ પડ્‍યું હતું. ત્‍યારબાદ આ ડમ્‍પરને અટકાવીને તપાસ કરતા જાણવા મળ્‍યું કે આ ડમ્‍પરમાં ગેરકાયદે કોલસો ભરેલો છે. ત્‍યારબાદ નાયબ કલેક્‍ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ૪ બ્‍લેક ટ્રેપ ઓવરલોડ વાહનો મળી કુલ રૂપિયા ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો અને પોલીસ સ્‍ટેશને સોંપીને સીઝ કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી પણ ખનન માફિયાઓ વિરૂદ્ધ કરવામાં આવી છે. આ કામગીરી લખતર વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળા તથા તેમની ટીમના અનિરુદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ લકુમ, ક્રિપાલસિંહ, પ્રતિપાલસિંહ ડોડીયા વગેરે દ્વારા કરવામાં આવી છે.

વઢવાણ વિસ્‍તારમાં ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા ડેપ્‍યુટી કલેકટર દ્વારા ચેકિંગ શરૂ કરતા ૮ ડમ્‍પર ઝડપી લીધા હતા. આ સાથે તંત્રની ટીમની રેકી કરતા ત્રણ શખ્‍સોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરાઈ છે.વઢવાણ-લખતર વિસ્‍તારમાં વઢવાણ ડેપ્‍યુટી કલેકટર નિકુંજ ધૂળા અને લખતર મામલતદાર આર.આર.પટેલની ટીમ દ્વારા ખનીજચોરી અટકાવવા ચેકિંગ શરુ કર્યું હતું. આ સમયે લખતર પાસેથી ૫ અને વઢવાણ પાસેથી ૩ ગેરકાયદે ઓવરલોડ કાર્બોસેલ, બ્‍લેક ટ્રેપ ભરેલા ડમ્‍પરો ઝડપી દોઢ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો.બીજી તરફ ડેપ્‍યુટી કલેકટરની રેકી કરતા ૩ શખ્‍સોને ત્રણ મોબાઈલ, ત્રણ બાઈક સાથે ઝડપી મોબાઈલ ચેક કરતા વોટ્‍સઅપમાં અધિકારીનું લોકેશન ગ્રુપમાં મોકલી રહ્યા હતા. આ બાબતે લાલાભાઈ નારાયણભાઈ મુંધવા રહે.વઢવાણ, જીન્‍ગેશ મધાભાઈ રહે.મુલચંદ રોડ અને દર્શન વાલાભાઈ રહે.દેશળભગત વાળા સામે કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 AM IST)