તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
ગોંડલના જામવાડીમા રમેશભાઈ રૂપારેલીયા દ્વારા લગ્ન પ્રસંગે ગીર ગાયની વાછરડીની અનોખી ભેટ
ગોંડલ નાગરિક બેંકના એમડી પ્રફુલભાઈ ટોળીયાના સુપુત્ર ચિ.લેરીશ અને ચિ. સ્નેહાના સત્કાર સમારંભમાં અનોખી ભેટ અર્પણ કરાઈ

ગોંડલ તા.૨૪ : ગોંડલ તાલુકાના જામવાડી ગામ ખાતે એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. ગામમાં ૩૦ વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા અને રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી તથા ગોંડલ નાગરિક બેંકના એમડી તરીકેની જવાબદારી નિભાવતા પ્રફુલભાઈ ટોળીયા ના સુપુત્ર ચિ. લેરીશ ના લગ્ન પ્રસંગે ગીર ગૌ સંવર્ધન ના રમેશભાઈ રૂપારેલીયા દ્વારા ભેટ સોગાત તરીકે એક ગીર ઓલાદની છ માસની વાછરડી (ગાય) આપવામાં આવી છે.
આ ઝડપથી વિકસતા સમયમાં નોંધનીય બાબત છે અને જો આ રીતે દરેક લગ્ન પ્રસંગ વખતે વર્ષો પહેલાની પ્રણાલીને જીવંત કરવાના આશયથી વાછરડીઓનું કે ગાય માતાનું દાન કરવામાં આવે તો જે આ દેશ એક સમયે દૂધ ઘીની નદીઓ વહેતી હતી તેવું કહેવામાં આવતું તે દિશામાં ગતિ કરે. પ્રફુલભાઈ ટોળીયા પોતે પણ ગીર ગાય નું નિયમિત જતન કરે છે અને રમેશભાઈ રૂપારેલીયા પણ તેઓ સાથે નજીકની મિત્રતા ધરાવે છે તે અંતર્ગત લેરીશ"અને સ્નેહા "ના લગ્ન સમયે યોજાયેલ સત્કાર સમારંભમાં ગીર વાછરડીનું દાન કર્યું તે બદલ ટોળીયા પરિવાર પણ હર્ષ ની લાગણી ધરાવે છે તેવું પ્રફુલભાઇ ટોળીયા એ જણાવ્યુ હતું.(તસ્વીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
