<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

થાનગઢ પંથકમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડાઃ અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત

વિજળીયા ગામે ખાનગી સર્વેની જમીનમાં મોટૂ માટી ખનન પ્રાંત અધિકારીની ટીમે ઝડપ્‍યું

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ર૪:  કાલા સોના કોલસાના ખનીજ માફિયાઓ બાદ માટીના ખનન માફિયાઓ ઉપર ડે. કલેકટરની તવાઇ બાદ થાનગઢનાં વિજળીયા ગામે ચાલતા ગે. કા માટી ખનન ઉપર દરોડા પાડી અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખનન માફિયાઓમાં દોડધામ મચી ગયેલ હતી.

ચોટીલા પ્રાત થાનગઢ પંથકમાં ગે. કા કાર્બોસેલ ઉપર તંત્રનાં દરોડા અને કડક કાર્યવાહી દરમ્‍યાન એસ. ડી. એમ. એચ. ટી. મકવાણા ને હકીકત મળેલ હતી કે આ વિસ્‍તારમાં સફેદ માટીની પણ મોટા પાયે અન અધિકળત ખનન પ્રવળતિઓ કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે. જેના આધારે તેઓએ માહિતી મેળવી વિજળીયા ગામનાં એક ખાનગી સર્વે નંબરની જમીન ઉપર ચાલતા ગેરકાયદેસર માટી ખનન ઉપર તેમની ટીમ સાથે દરોડો પાડતા નાસભાગ મચી ગયેલ હતી.

આ દરોડા દરમ્‍યાન રાજુભાઈ વિરજીભાઇ કુમરખાણીયા અને તેના મળતીયા દ્વારા ખાનગી જમીનમાં માટી ખોદકામ કરવામાં આવતું હોવાનું ખુલ્‍યું હતું તેમજ ખનન પ્રવળત્તિ માટે વપરાતા બે હીટાચી મશીન અને લઇ જવા માટેના બે પાટલા, બે ડમ્‍પર, ૭ મોબાઇલ, સબમર્શિબલ પંપ, પંખો, પાઇપ મળી અંદાજે અઢી કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

એકાએક માટી ખનન ઉપર પ્રાત અધિકારીની ટીમ ત્રાટકતા માટી ખનીજ માફિયાઓમાં ચકચાર સાથે હડકંમ્‍પ મચી ગયેલ છે. અને આ જ પ્રકારે અન્‍ય સ્‍થળે ચાલતી ખનન પ્રવળતિઓ ઉપર પણ માહિતી મળે તબ્‍બકાવાર દરોડા પાડી ગે. કા. પ્રવળતિ ડામવા માટે તંત્ર કામગીરી કરશે તેવું કહેવાય છે.  સુરેન્‍દ્રનગરનાં થાનગઢ, સાયલા, મૂળી, ચોટીલા સહિતનાં વિસ્‍તારોમાં મોટા પ્રમાણમાં અનેક પ્રકારની ખનીજ ખનન પ્રવળતિઓ ગેર કાયદેસર ઘણા વર્ષોથી ચાલતી હોવાનું અને અબજો રૂપિયાનું ખનીજ માફિયાઓ ખોદકામ કરી ચોરી ગયાનું ઝડપાયેલા સાધનો અને ખોદાયેલા ખાણ રૂપી કૂવાઓ ઉપરથી સાબિત થાય છે.

ત્‍યારે મોટા પ્રમાણમાં ચાલતી આ ગેરકાયદેસર ખનન પ્રવળતિ કોઇના આશિર્વાદ વગર અશકય હોવાની લોકોમાં ચર્ચા છે.

સરકારની તીજોરી ને અને કુદરતી ખનીજ સંપદાઓને લુંટનારા માફિયાઓ સામે ખાનગી તપાસ કરાવાય તો અનેકની લીલા બહાર આવવાની શકયતા છે! આવા લોકો સમક્ષ પગલા ભરવા જોઈએ તેમ લોકો ઉચ્‍છે છે.

(11:34 AM IST)