<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ઉપલેટાના મેરવદરમાં જિનિંગ મિલમાં આગ લાગતા ગૌશાળાનો ઘાસચારો બળીને ખાખ

 

ઉપલેટા, તા.૨૪: તાલુકાના મેરવદર ગામે ગઈકાલે બપોરના બે વાગ્‍યાના સમય બંધ પડેલ જીનીગ મિલના કમ્‍પાઉન્‍ડમાં મેરવદર ગામની કામધેનુ ગૌશાળાનો લાખોની કિંમતનો ઘાસચારો બળીને ખાખ થયેલ છે. આ આગની ગામના સરપંચ મનસુખભાઈ કથીરિયાને જાણ થતા સ્‍થળ ઉપર દોડી ગયા હતા અને આગની જાણ ઉપલેટા ફાયર ફાઈટરને જાણ કરતા ઉપલેટા નગરપાલિકાના સ્‍ટાફ ફાયર ફાઈટર સાથે દોડી ગયેલ હતો, અને આગને કાબુમાં લીધેલ હતી.

 

(11:35 AM IST)