તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
પોરબંદરમાં વ્યાજખોરો સામે નિર્ભય બનીને ફરિયાદ કરવાનો અનુરોધ કરતા ભગીરથસિંહ
વ્યાજનું દુષણ ડામવા જિલ્લા પોલીસ વડા ભગીરથ જાડેજાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયોઃ દોડવર્ષ માં ૮ વ્યાજખોરો સામે ગુન્હા નોંધાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪: જિલ્લામાં વ્યાજખોરોનું દુષણ ડામવા જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરો સામે નિર્ભય બનીને પોલીસ ફરિયાદ કરવા લોકોને અનુરોધ એસ.પી. ભગીરથસિંહે કર્યો હતો.ᅠ
પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડકવાર્ટર ખાતે વ્યાજખોરીસામે આવ્યું હતું જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષતામાં યોજાયેલા લોકદરબારમાં ( એએસપી સાહિત્યા વી અને ડીવાયએસપી સુરજીત મહેંડુ ઉપસ્થિત રહ્યા હતા ડીવાયએસપી સુરજી મહેંડુએ શબ્દોથી સ્વાગત કર્યા બાદ પોરબંદર સહિત રાજયભરમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સરકારકટિબંધ્ધ બની છે.
જેને પગલે પોરબંદર પોલીસ દ્વારા લોકોદરબાર યોજી અને લોકોને ફરીયાદ કરવા જણાવ્યું હતું તેમજ અંદાજે રૂ. ૪૦ લાખ જેવી રકમ બેંક લોનના જરૂરીયામંદ લોકોને આપવામાં આવી હોવાની વિગત આપી હતી રો જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ લોકો વ્યાજખોરો સામે નિર્ભય બની અને ફરીયાદ કરે પોલીસ ખાસ કરીને નાના માણસોની રક્ષક છે. પોરબંદર પોલીસ દ્રારા છેલ્લા દોઢ વર્ષમાં વ્યાજખોરો સામે આઠ જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે જે લોકોની મિલ્કત કે વાહનો વ્યાજખોરોએ લઈ
લીધા હતા તે પરત અપવામાં આવ્યા છે. જીલ્લા પોલીસવડાએ સાયબર ક્રાઈમથી સાવધન રહો જણાવ્યુ હતુ તેમજ બ્લેકમેઈલ કરતા હોય તેવા તત્વો સામે પણ પોલીસ કડક હાથ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનુ જણાવ્યુ હતુ આ લોક દરબારમાં સ્થળ પર જે લોકો ફરીયાદ કરી હતી તેમની તાત્કાલીક અરજી લઈ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ લોક દરબારમાં પીઆઇ,પીએસઆઇ અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનુ સંચાલન કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ કાનમીયાએ/કર્યુ હતું. (૩.૭)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
