તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
જામનગરનો પરિવાર પહેલગામ હુમલા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં સુરક્ષિત : જુઓ વિડિઓ
મોરારીબાપુની કથામાં ભાગ લેવા શિમલા ગયેલો જામનગરનો રાવલ પરિવાર હોટલમાં ત્રણ દિવસથી રોકાયેલો - સલામત હોવાનું જણાવ્યું

જામનગર: જામનગરથી શિમલા ખાતે મોરારીબાપુની કથામાં ભાગ લેવા ગયેલો પ્રદીપભાઈ રાવલનો પરિવાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં હોવા છતાં સદનસીબે સુરક્ષિત છે. આ અંગે જામનગરના કિંજલ કારસરીયા દ્વારા એક વિડિયો સંદેશમાં માહિતી આપવામાં આવી છે.
વિડિયોમાં જણાવ્યા અનુસાર, પ્રદીપભાઈ રાવલ અને તેમનો પરિવાર છેલ્લા ત્રણ દિવસથી એક હોટલમાં રોકાયેલો છે અને તેઓ સંપૂર્ણપણે હેમખેમ છે. પહેલગામમાં થયેલા હુમલાના સમાચારથી ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ જામનગરના આ પરિવારની સલામતીના સમાચારથી તેમના સ્નેહીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
