News of Thursday, 24th April 2025
જામનગરમાં આતંકવાદ સામે આક્રોશઃ પૂતળા દહન

જામનગરઃ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃ શકિત દુર્ગાવાહિની સિક્કા પ્રખંડ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં ધર્મ પૂછી ને અનેક હિન્દુ ને ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં હિન્દુ સમાજમાં આક્રોશ છે ત્યારે સિક્કામાં પંચવટી મેઇન માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ માતૃશકિત દુર્ગાવાહિન દ્વારા આંતકવાદનું પૂતળા દહન કરી ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં સિક્કા શહેરના આગેવાનો પણ જોડાયા હતા તેમ નરેન્દ્રસિંહ પરમાર ની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. (તસ્વીર-અહેવાઃ મુકુંદ બદિયાણી- જામનગર)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
