તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
જામનગરના વેપારી સાથે ૪ર લાખની ઠગાઇ આચરી ટ્રક નીચે જેક મારી ગુન્હો આચરનાર મોરબીના ભંગારના છ વેપારીની ટોળકી ઝડપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૪ : જામનગર દરેડ જી.આઇ.ડી.સી ફેસ-ર વિશાલ વે-બ્રીજ કાંટાની સામે એપલ ગેઇટ-૨ P.G.V.C.L કચેરીની રિઝયોનલ સ્ટોર ઓફીસ (R.S.O) ખાતે જય બાલાજી એન્ટરપ્રાઇઝ પ્રોપરાઈટર-મોરબી તથા મેલડી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઈટર-મોરબી તથા બન્ને પેઢી દ્વારા માલ ભરવા માટે મોકલેલ માણસો દ્વારા કાવતરાના ભાગ રૂપે વે-બ્રીઝની નિચે માણસ મોકલી તે માણસ દ્વારા વે-બ્રીઝ નિચે જેક મારી ખરેખર વજનમાં ઘટાડો કરાવી ફરીયાદી તથા સાહેદ નિસર્ગ સ્ટાર પેઢીના ધર્મેશભાઇ તથા રમેશભાઈને વિશ્વાસમા લઇ છેતરપીંડી કરી ફરીયાદીનો કુલ ૬૦,૮૯૨ કી.ગ્રા.નો સ્ક્રેપનો માલ ભરી જઇ તેની સામે વે-બ્રીઝના કાંટા પર ફરી.ને ૪૨,૬૫૦ કી.ગ્રા.ના સ્ક્રેપના માલ બતાવે તે રીતેની છેતરપીંડી કુલ ૧૮,૨૪૨ કી.ગ્રા. એલ્યુમીનીયમ સ્ક્રેપ જેની કીંમત રૂપીયા ૪૧,૬૮,૩૧૫ ની છેતરપીડીનો ગુન્હો બનેલ હોય અને જે અંગે ફરી.શ્રી નુરમામદભાઇ વલીમામાદભાઇ ખીરા રણજીતસાગર નીલકંઠનગર બી/૪૯ ગાયત્રીમંદિરની સામે ની શેરી મુળ લાખાબાવળ વાળાએ સદર બનાવ અનુસંધાને ફરીયાદ આપતા દાખલ થયેલ.
દરમ્યાન અગાઉ એક અટક થયેલ આરોપીની પુછપરછ કરતા મળેલ માહીતી મુજબ ફૂટેજ આધારે તપાસ કરતા હકીકત મળેલ કે, સદર ગુન્હાના બનાવમા છેતરપીંડી આચરનાર આરોપીઓ આઈસર ટ્રક નં.GJ-14-X-5838 સાથે મોરકંડા ગામના પાટીયા પેહલા આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ટ્રક અંદર રાત્રી રોકાણ કરી ઉભેલ છે તેવી હકીકત આધારે તપાસ કરતા મળી આવેલ તેમજ તેઓની ઝડતી તપાસ દરમ્યાન છેતરપીંડી આચરેલ ગુન્હાના મુદામાલના વહેચાણના રોકડ રૂ.૪૧,૧૦,૦૦૦/- તથા ગુન્હો આચરવામા ઉપયોગ લીધેલ ટ્રક નં.GJ-14-X-5838 કી.રૂ.૧૩,૦૦,૦૦૦/- તથા અગાઉ અટક થયેલ આરોપી પાસેથી મળી આવેલ જેક કિ.રૂ.૧૫૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૫૪,૧૧,૫૦૦/- (ચોપ્પન લાખ અગીયાર હજાર પાચસો) મળી આવતા રોકડ રકમ તથા મુદામાલ કબ્જે કરી આરોપીઓને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી (૧) આકાશ સ/ઓ ઘોઘાભાઈ ગગજીભાઇ કુંઢીયા ઉ.વ.૨૧ ધંધો.ભગારનો રહે.ભીમસર વાસ ત્રણ માળીયા, પાવર હાઉસની બાજુમા, વેજીટેબલ રોડ મોરબી (ર) વિકાસ ઉર્ફે ગુલ્લુ સ/ઓ કિશોરભાઇ વેરશીભાઈ પનસારા ઉ.વ.૨૭ ધંધો.ભંગારનો વેપાર રહે.ભીમસર વાસ પાવર હાઉસની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી (૩) અજય સ/ઓ કુવરજીભાઇ ભલુભાઇ વીકાણી ઉ.વ.૨૪ ધંધો.ભંગારનો વેપાર રહે.હાલ રહે નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી, પાણીના ટાંકા પાસે, મોરબી મુળ રહે. ભીમસર વાસ, મરૂતીયાપરા, અરુણા મારબલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી (૪) અર્જુન સ/ઓ રાજુભાઇ હેમુભાઇ ભોજવીયા ઉ.વ.૨૮ ધંધો.ભંગારનો વેપાર રહે મહેન્દ્રનગર, મંગલમ ઇન્ડસ્ટ્રીઝ, કોસ્મો સીરામીકની બાજુમા પાવર હાઉસ પાસે મોરબી (૫) નિતેશ ઉર્ફે હિતેશ સ/ઓ લાભુભાઇ રાયમલભાઈ કુંઢીયા ઉ.વ.૩૩ ધંધો.ભંગારનો વેપાર રહે.મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, ખોડીયાર માતાના મંદીર પાસે, શેરી નં.૦૪, મોરબી (૬) રોહીત ઉર્ફે રાહુલ સ/ઓ કુવરજીભાઇ ભલુભાઈ વીકાણી ઉ.વ.૨૨ ધંધો ડ્રાઇવીંગ રહે નવલખી રોડ લાઇસનગર સરમણીયા દાદાની બાજુની શેરી પાણીના ટાંકા પાસે મોરબી મુળ રહે. ભીમસર વાસ, મફતીયાપરા, અરુણા મારબલની બાજુમા, વેજીટેબલ શેડ મોરબી છે.
આ કામેના આરોપીઓ ભંગારનો વેપાર કરતા હોય અને કોઇ પણ પેઢી/કંપનીનો ભંગારનો માલ વહેચાણ અર્થે રાખી તમામ આરોપીઓ મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી ભંગારનો માલ ભરવા માટે પેઢી/ભંગારના વાડા ખાતે જઇ માલ ભરવા માટે તેમના માણસો તથા મજુરો મોકલતા હોય અને તે માણસો તથા મજુરો પોતાની ગાડી ટ્રકમા માલ ભરાઇ ગયે ગાડી ટ્રકનો વે-બ્રીજમા કાંટો કરાવવા માટે જાય તે પહેલા પુર્વ આયોજીત કાવરતાના ભાગ રૂપે અગાઉથી જ આરોપીઓ પૈકી કોઇ એક માણસ વહેલી સવારના વે-બ્રીઝ (વજન કાંટા) ની નીચે મોકલી તે માણસ દ્વારા વે-બ્રીઝ (વજન કાંટા) નિચે લોખંડનો જેક મારી ગાડી/ટૂકમાં ભરેલ ભંગારના માલમા ખરેખર થતા વજનમા ઘટાડો કરી છેતરપીંડી કરવાનો એમ.ઓ. ધરાવે છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.જે.રાઠોડ તથા પો.હેડ કોન્સ.મેરૂભાઈ વી ભુંડીયા તથા પો.કોન્સ. ભયપાલસિંહ એસ. જાડેજા, ખીમાભાઇ ડી. જોગલ, જયદિપસિંહ પી. જાડેજા, જયપાલસિંહ આર. જાડેજા તથા મેહુલભાઇ કે. વિસાણી સંદીપસિંહ એચ. કટારીયા, પોલાભાઈ ડી. ઓડેદરા તથા રાજદીપસિંહ એમ. જાડેજા દ્વારા કરવામાં આવેલ.(૯.૧૩)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
