News of Thursday, 24th April 2025
અમરેલીમાં આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૪: રોષ સાથે અમરેલી જિલ્લામાં ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ અનેનાગરીકોએ કાયરતાભર્યા હુમલાની નિંદા કરી અને પહેલગામ ઘટનામાં મળતકોને શ્રધ્ધાંજલી પાઠવાઈ હતી. બુધવારે જેસીંગપરામાં રામકથા દરમિયાન શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો તથા અમરેલી શહેર ભાજપ દ્વારા ભાજપના હોદેદારો અને પાલિકાના સદસ્યો તથા વિવિધ સામાજીક સંસ્થાઓ અને નાગરીકો દ્વારા રાજકમલ ચોકમાં શોકાંજલીઓ પાઠવાઇ હતી અને સોશ્યલ મીડીયામાં પણ મળતકોને શોકાંજલી પાઠવી દુઃખ વ્યકત કરાયું હતુ. પહલગામમાં ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા મળતકોનેશહેર ભાજપદ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. શહેર ભાજપ દ્વારા રાજકમલચોકમાં ડો.જીવરાજ મહેતા ચોકમાં કેન્ડલ પ્રગટાવીને સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, શહેર ભાજપના હોદેદારો, પાલિકાનાં સદસ્યોઅને કાર્યકરો તેમજ કોંગ્રેસનાં આગેવાનો કાર્યકરો અનેજિલ્લા યુવક કોંગ્રેસનાં આગેવાનોએ પણ શ્રધ્ધાંજલી પાઠવી હતી અને જણાવ્યુ હતુકે, ભારત દેશના નાગરીકો ભયના વાતવરણમાં આવી ગયા છે અને મનમાં શંકા પણ થાય કે રાજકીય નેતા ચુંટણી દરમિયાન આતંકવાદના નામે મત મેળવી જાય છે, પણ દેશના સીમાડા તો જાળવી નથી શકતા અનેદેશની અંદર આવીને નિર્દોષ સહેલાણીઓ પોતાના પરીવાર સાથે ફરવા ગયેલા લોકો પોતાના અને પરિવારના જીવો ગુમાવે છે. અને અમરનાથ યાત્રામાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે લોકોમાં ભય દુર થાય તેવો દાખલો બેસાડવો જોઈએ. શ્રધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત સંદિપ ધાનાણી અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ટિકુભાઈ વરુ, પુર્વ ચેરમેન બાંધકામ સમિતિ જીલ્લા પંચાયત અમરેલી પ્રહલાદભાઈ સોલંકી, મનીષભાઈ ભંડેરી, અર્જુનભાઈ સોસા, મુજફર હુસેન સૈયદબાપુ, રફીકભાઈ મોગલ,જીતુભાઈ ગોળવાળા, શરદભાઈ ધાનાણી, કેકેવાળા, એમ એ અનકભાઇ બોરીચા, સમીરભાઈ કુરેશી, અરવિંદભાઈ સીતાપરા,જગદીશભાઈ તળાવીયા, જગદીશભાઈ પાનસુરીયા, તેજસ મસરાણી, ભાવીન ગોસાઈ, ઋતિલ ગજ્જર, જયરાજભાઈ જલુ, રાજુભાઈ ઠાકોર, નિકુબાપુ, ભોપાભાઈ અધ્યારૂ, ગોપાલ સોની, દિનેશભાઈ થળેશા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અનેશ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
