<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

અમરેલીમાં પૂ. નમ્રમુતિ મહારાજ પ્રેરીત અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા છાસ વિતરણ

અમરેલીઃ રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ  મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ અમરેલી માં  ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં લોકો ને શાતા પહોંચાડવાનાં માનવતાનાં ભાવ સાથે છાસ નું વિતરણ શ્રી સ્‍થાનકવાસી જૈન સંઘ અમરેલી દ્વારા મફત છાશ વિતરણ કરવા માં આવી રહેલ છે. તેમજ મહાવીર જયંતીના દિવસે શુદ્ધ ઘીના ડ્રાયફ્રુટ વાળા બુંદીના લાડુ તેમજ ચકલીઓ માટે માળા, ચકલી માટે ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્‍યે જાહેર જનતા માટે વિતરણ કરવામાં આવેલ આ સેવા યજ્ઞમાં શ્રી નરેશભાઈ સંઘરાજકા, રાજુભાઈ ખેતાણી, નરેશભાઈ કામદાર, મિહિરભાઈ ખેતાણી, વિરાજભાઈ રૂપાણી, ચેતનભાઇ શાહ , કિશોરભાઈ જોશી, ધાર્મિકભાઈ મહેતા, લીનાબેન શાહ,  બિનલબેન કામદાર, અનસુયાબેન શેઠ વિગેરે લોકો આ સેવા યજ્ઞમાં સેવા આપીને પુણ્‍યનું ભાથુ બાંધે છે. છાશ કેન્‍દ્રમાં રોજની ૧૬૦ લિટર એટલે કે ૪૦૦ લોકોને મફત છાશ વિતરણ કરવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં અમારા પરમ ઉપકારી રાષ્‍ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલ છે.(તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)(૬.પ)

(1:35 PM IST)