<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

સાવરકુંડલા કોંગ્રેસ પરિવાર દ્વારા આંતકવાદી હુમલાના મૃતકોને શ્રધ્‍ધાંજલી અર્પણ

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪ : પહેલગામ કાશ્‍મીર ખાતે થયેલા હીચકારા આતંકવાદી હુમલા ને વખોડી કાઢી અને શહીદ થયેલા તમામ નાગરિકોની શ્રદ્ધાંજલિ પાઠવાનો એક કાર્યક્રમ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવા મા આવેલ હતો જે આતંકવાદી ના હિચકારા હુમલા ને વખોડી કાઢી તમામ મર્હુમ અને (સ્‍વ) ની આત્‍માને શાંતિ (મોક્ષ) ઈશ્વર અલ્લાહ આપે તેવી દુઆ અને પ્રાર્થના કરેલ અને આવા બનતા બનાવ અંગે સરકાર તરફ થી કડકમાં કડક  કાર્યવાહી કરે તેવી માગ કરવા માં આવેલ હતી આ દુઃખદ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ મંત્રી ચંદ્રેશભાઇ રવાણી શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા. કાર્યકારી પ્રમુખ હસુભાઈ સૂચક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરે ટી ડિપાર્ટમેન્‍ટ ના મહામંત્રી ઇકબાલ ગોરી શહેર કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ કિરીટભાઈ દવે પૂર્વ નગર પતિ વિપુલભાઈ ઉનાવા નગર સેવક નાસીર ભાઈ ચોહાણ રાજેભાઈ ચોહાણ હિતેષ સરૈયા ઉસ્‍માન ભાઈ પઠાણ રમેશભાઈ જયાની .મહેશભાઇ જયાની. અશોકભાઈ ખુમાણ અરૂણભાઈ સોલકી.વિગેરે કોંગ્રેસી કાર્યકરો આવેવાનો મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:37 PM IST)