તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
મોરબીમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે પોસ્ટર લાગતાં વિવાદ
હાલ વાતાવરણ ડહોળવાનો કોણ પ્રયત્ન કરી રહ્યું છે તે તાત્કાલિક તપાસ થવી જોઈએ તેવી મોરબીમાં ચર્ચા

મોરબી, તા.૨૪: પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત ૨૬ લોકોના મળત્યુ થયા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ મોરબીમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા પોસ્ટ લાગ્યા હતા. પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ - મોરબી લખ્યું હતું.
નહેરુ ગેટથી લઈ અને દરબારગઢ સુધીના વિસ્તારમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા લખાયા હોય તે રીતે પોસ્ટર છપાવી અને અમુક દુકાનોની બહાર રાતના સમયમાં લગાવાયા હતા. હાલ જ્યારે વાતાવરણ ડહોળાયેલું છે ત્યારે આ પ્રકારની હરકત વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ ન કરે તેવું લોકોનું માનવું છે.
હાલ વાતાવરણ ડહોળવાનો કોણ પ્રયત્ન કરી રહ્યું છે તે તાત્કાલિક તપાસ થવી જોઈએ તેવી મોરબીમાં ચર્ચા શરૂ થઈ છે. તંત્ર પણ ઉપરોક્ત પોસ્ટર બાદ હરકતમાં આવ્યું છે અને ઊંડી તપાસ થશે તેવું આશ્વાસન આપી રહ્યું છે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
