<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

કચ્છના મુંદરામાં 37 લાખના કોકેઈન સાથે બે આરોપી ઝડપાયા : રાજસ્થાનના સાંચોરથી જથ્થો લાવ્યા હતાં

પોલીસે દિનેશ બિરબલરામ ગુર્જર અને દલારામ અમરારામ પરિહાર નામના આરોપીઓને ઝડપી લીધા : સાંચોરથી સેન્ડી બિશ્નોઈ પાસેથી કોકેઈન લાવ્યા હતા: ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

કચ્છના મુંદરામાં 37 લાખના કોકેઈન સાથે બે ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આરોપી પાસેથી 37 ગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. ઝડપાયેલા બંને આરોપીઓ રાજસ્થાનના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ એનડીપીસી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યા હતાં તેની પણ તપાસ હાથ ધરી છે.

 

પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના મુંદરામાં પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં રાજસ્થાનના બે યુવકો ડ્રગ્સની હેરાફેરી કરીને તેનું વેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે આરોપીઓ પાસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. આ ડમી ગ્રાહકને આધારે પોલીસે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતાં.પોલીસે દિનેશ બિરબલરામ ગુર્જર અને દલારામ અમરારામ પરિહાર નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

 

પોલીસે આરોપીઓ પાસેથી મળેલા માદક પદાર્થને એફએસએલ ચેકિંગ માટે મોક્લયો હતો. જેમાં પરિક્ષણમાં આ જથ્થો કોકેઈન હોવાનું જણાયું હતું. જેની બજાર કિમત 37 લાખ રૂપિયા થાય છે. પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં આરોપીઓએ કહ્યું હતું કે, તેઓ રાજસ્થાનના સાંચોરથી સેન્ડી બિશ્નોઈ પાસેથી કોકેઈન લાવ્યા હતા.પોલીસે બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

(10:02 PM IST)