<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમરેલીના ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ દીકરીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી : પિતાની ધરપકડ

પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતુ: અન્ય જગ્યાએ લગ્ન કરવાની પિતાની વાત નહીં માનતા પિતાએ દીકરીને પતાવી દીધી

અમરેલીના ખાંભામાં પિતાએ સગી પુત્રીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ દીકરીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતુ. પિતા દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતા હતાં. પુત્રીએ પિતાની વાત માનવાનો ઈનકાર કરતા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:58 AM IST)