<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જસદણ વિંછીયા પોલીસે પકડેલા રૂપિયા ૪૪ લાખના દારૂના જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૫ : જસદણના સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ આર.આર. ખાંભરાના અધ્‍યક્ષ સ્‍થાને  ગોંડલના ડીવાયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણના  વિંછીયા રોડ ઉપર આવેલ જુના પોલીસ સ્‍ટેશનની જગ્‍યાના ગ્રાઉન્‍ડમાં જસદણ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તપનભાઈ જાની, વિછીયા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જે. પી. રાવ, નશાબંધી અને આબકારી કચેરીના અધિકારી પી.બી. હિંગરાજીયા  સહિતના અધિકારીઓની ઉપસ્‍થિતિમાં દારૂના જથ્‍થાનો નાશ કરવામાં આવ્‍યો હતો. જસદણ પોલીસ સ્‍ટેશન હેઠળના જુદા જુદા આઠ ગુનાઓમાં ઝડપાયેલ ૧૫૬૨૪ દારૂની બોટલો કિંમત રૂપિયા ૩૭,૩૪,૮૪૩ તથા વિછીયા પોલીસ સ્‍ટેશન દ્વારા જુદા જુદા ત્રણ ગુનાઓમાં જપ્ત કરેલ દારૂની ૨૦૩૭ બોટલ કિંમત રૂપિયા ૬,૭૯,૭૨૦  મળીને કુલ ૧૭૬૬૧ બોટલ કિંમત રૂપિયા ૪૪,૧૪,૫૬૩ ના દારૂના જથ્‍થા ઉપર રોલર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્‍યો હતો. દારૂ નાશ કરવાના સ્‍થળે ડેપ્‍યુટી કલેક્‍ટર કચેરીના નાયબ મામલતદાર બી.એચ. કાછડીયા સહિતના ડેપ્‍યુટી કલેક્‍ટર કચેરીના વિવિધ કર્મચારીઓ  તથા જસદણ પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.(૬.ર)

(12:11 PM IST)