<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્‍નથી વિંછીયા ખાતે રૂ.૪.૮૭ કરોડના ખર્ચે અદ્યતન તાલુકા લાયબ્રેરી ભવન બનશે

મહીલા વિભાગ, બાળ વિભાગ, સીનિયર સીટીઝન વિભાગ, કોન્‍ફરન્‍સ રૂમ, ઈ-લાયબ્રેરી, કેન્‍ટીન, સી.સી.ટી.વી. કેમેરા,આર.ઓ.પ્‍લાન, વોટરકુલર,અદ્યતન ફર્નીચર, બાથરૂમ-ટોયલેટ જેવી અનેક સુવિધાઓ હશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૨૫:  વિંછીયા તાલુકાના પછાત વિસ્‍તારના યુવા વર્ગના ઉત્‍કર્ષ માટે વિનામુલ્‍યે શિષ્ટ વાંચન સાહિત્‍ય ઉપલબ્‍ધ બને અને જ્ઞાન વળધ્‍ધી થાય તેવા શુભ આશયથી ગ્રંથાલય બનાવવાની માંગને સરકારમાં રજુ કરતા રમતગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતીઓના વિભાગે વિછીયા ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયના નવિન ભવન નિર્માણ માટે જસદણ વીંછિયા ના ધારાસભ્‍ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાની રજુઆતને ધ્‍યાને લઈ રૂા.૪.૮૭ કરોડની રકમ મંજુર કરી છે.

વિંછીયા ખાતે બનનાર ગ્રંથાલયમાં વિવિધ ભાષા અને વિષયોના પુસ્‍તકો, સામયિકો અને દૈનિકપત્રો જેવા વંચાતા સાહિત્‍યથી વાંચકો સમળધ્‍ધ થશે, જ્ઞાન વળધ્‍ધી થાય પુસ્‍તકોના વાંચનને પ્રોત્‍સાહન આપવા તથા વાંચનપ્રત્‍યેની જાગળતિ કેળવવા દર વરસે તા.૨૩ એપ્રિલના રોજ વિશ્વ પુસ્‍તક દિવસ ઉજવવામાં આવે છે, ગ્રંથાલય ભવન બનતા લોકોની વાંચન ભૂખ સંતોષી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી નીવડશે.

પછાત વિસ્‍તારના યુવાવર્ગના ઉત્‍કર્ષ માટે બનતા ગ્રંથાલયમાં એકી સાથે ૧૦૦ થી વધુ લોકો એક સાથે બેસી વાંચન કરી શકશે ઉપરાંત મહીલા વિભાગ, બાળ વિભાગ, સીનિયર સીટીઝન વિભાગ, કોન્‍ફરન્‍સ રૂમ, ઈ-લાયબ્રેરી, કેન્‍ટીન, સી.સી.ટી.વી.કેમેરા,આર.ઓ.પ્‍લાન, વોટરકુલર, અદ્યતન ફર્નીચર, બાથરૂમ-ટોયલેટ જેવી અનેક સુવિધા પણ ઉપલબ્‍ધ કરવામાં આવશે. સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે તાલુકાના વિધાર્થીઓને ગ્રંથાલય ખાતે પરીક્ષા માટે ઉપયોગી વાંચન સાહિત્‍ય પુરૂ પાડવા સહીતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે .વિશાળ જગ્‍યામાં રમણીય અને શાંત વાતાવરણમાં નવરચિત વિંછીયા ખાતે બની રહેલ ગ્રંથાલય ભવન વાંચક રસિકો માટે મહત્‍વનું બનશે. (૩.૩)

 

(10:15 AM IST)