તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
પુસ્તકો સભ્ય સમાજના શિલ્પીઃ ડો. ઇશ્વરભાઇ
પોરબંદર સરકારી પુસ્તકાલયમાં વિશ્વ પુસ્તક દિને કેળવણીકાર ડો. ઇશ્વરભાઇનું પ્રેરક વકતવ્ય યોજાયું: પુસ્તક પ્રદર્શનનો મોટી સંખ્યામાં વાંચકોએ લાભ લીધો : પોરબંદર જિલ્લા સરકારી પુસ્તકાલયમાં આરઓ પ્લાન્ટ વોટર કુલરઃ સીસીટીવી કેમેરાઃ સરકારી પુસ્તકાલયમાં રરપ૦૦ થી વધુ પુસ્તકોઃ ૧પ૦૦ થી વધુ નવા પુસ્તકોઃ ર૪ મેગેઝીન અને ૧૩ અખબારોનું વાંચન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રપઃ ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા ના હસ્તે સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી અંતર્ગત યોજાયેલ પુસ્તક પ્રદર્શન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ડો. ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે, પુસ્તકોજ આપણા સંસ્કાર ઘડે છે આપણા વ્યક્તિત્વ નું નિર્માણ કરેછે નાન પણમાં વાંચેલી શ્રવણના માં બાપ ની વાર્તા આપણને આજીવન માતા પિતા ની સેવા ના સંસ્કાર આપે છે એ વાર્તાઓની ચોપડીઓ ની કિંમત ભલે બે -ત્રણ રૂપિયા હતી પણ તેમાંથી મળતા સંસ્કાર કરોડો રૂપિયાના છે પુસ્તકોને સભ્ય સમાજ ના શિલ્પી કહું તો મને તેમાં જરાય અતિશ્યોકતી જણાતી નથી.
ગુજરાત સરકાર નાં રમત ગમત, યુવા. અને સાંસ્ક્રુતિક પ્રવળતિઓ વિભાગ હેઠળ માનનીય ગ્રંથાલય નિયામક શ્રીની કચેરી ગાંધીનગર નાં માર્ગ દર્શન હેઠળ સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે તાજેતરમા વિશ્વ પુસ્તક દિનની ઉજવણી અંતર્ગત પુસ્તક પ્રદર્શન નું. આયોજન કરવામા આવેલ હતું.
પ્રારંભમાં પોરબંદરની સરકારી પુસ્તકાલય ના ગ્રન્થ પાલ નિલેશભાઇ કરમૂર એ ગ્રન્યાલય માં આવતા પુસ્તકો, મેગેજિન, અખબારો અને સ્પર્ધાત્મક પરીક્ષા ના પુસ્તકોનો ઉલ્લેખ કરી આ પ્રદર્શન ને જ્ઞાન કુંભ સમો ગણાવી પોરબંદર ના યુવાનો યુવતીઓ શિક્ષણ ની સાથોસાથ પુસ્તક પ્રેમી બને તેવું આહવાન કરી સૌ મહાનુભાવો ને આવકાર્યા હતા.
સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયાર એ જણાવ્યું હતુકે પોરબંદર સાહિત્ય, કલા. સેવા અને સંસ્કાર નો ત્રિવેણી સંગમ ધરાવતું નગર છે આ પુસ્તક પ્રદર્શન પોરબંદર ની સાહિત્ય પ્રેમી જનતા વાંચે ગૂજરાત અભિયાન હેઠળ વાંચનની પ્રેરણા પુરી પાડશે.
ગાંધીનગર ગ્રંથાંલય નિયામક પંકજભાઈ ગોસ્વામી , ભાવનગર ના મદદનિશ ગ્રન્યાલય નિયામક એસ. યુ. પટેલ અને ગ્રંથપાલ નિલેશ કુમાર કરમુર એ વિશ્વ પુસ્તક દિન નિમિતે પોરબંદર ગ્રન્યાલય ને અભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી હતી પોરબંદર ના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ની ભલામણ થકી પોરબંદર જિલ્લાને બે તાલુકાઓ રાણાવાવ અને કુતિયાણા માં નવી તાલુકાકક્ષા ના પુસ્તકાલય નો પ્રારંભ કરવામાં આવનાર છે.
આ સરકારી જિલ્લા પુસ્તકાલય માં વોટર કુલર વિથ આર. ઓ પ્લાન સી.સી કેમેરાથીં સજજ, તેમજ ભાઈ બહેનો ની વાંચનાલાય ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેમજ આ પુસ્તકાલય માં ૨૨,૫૦૦ થી વધારે તેમજ ૧૫૦૦ જેટલાં નવા પુસ્તકો, જુદા જુદા ક્ષેત્રના ૨૪ જેટલાં મેગેઝીનો, ૧૩ જેટલાં અખબારો નો સમાવેશ થયેલ છે જેમાં બાલ સાહિત્ય, મહિલાઓ ને લગતા પુસ્તકો, આયુર્વેદિક, ધર્મ, સમાજ શાષા, અર્થશાષા, બંધારણ, અધ્યતન પ્રવાહો, વિજ્ઞાન, યુ. પી. એસ. સી, જી. પી. એસ. સી સ્પર્ધાત્મક પરીક્ષા ઓ, અંગ્રેજી, ગુજરાતી ભાષા, સંસ્કળત ભાષા, હિન્દી ભાષા અન્ય ભાષા, તર્ક શાષા, કાયદો, અર્થ વ્યવસ્થા, વન્ય પ્રાણીઓ, જંગલ, યુ.જી, સી., નેટ, સેટ, વગેરે ને લગતા પુસ્તકો ના વિશાલ સમળદ્ધ ગ્રન્થ ભંડાર ધરાવે છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના ૨૫૦૦ જેટલાં પુસ્તકો છે આ ઉપરાંત ભગવદ ગોમદળ, ગુજરાતી વિશ્વકોષ, વેદોઉપનિષદ, પુરાણો, એન્સ્યકલોપીડિયા, વિવિધ ભાષાની દીક્ષનરીઓ, ધાર્મિક પુસ્તકો માં રામાયણ મહાભારત, શ્રી મદ ભાગવત ગીતા શિવપુરાણ વગેરે નો જ્ઞાન ભંડાર ઉપલબ્ધ છે.
આ કાર્યક્રમ માં સામાજિક કાર્યકર રસિકભાઈ પઢીયાર, દિલીપભાઈ સોલંકી, ભીમભાઈ ઓડેદરા, અરમીશા સમા, ઉર્વી રત્નગ્રાહી, આશા મોઢવાડીયા, ધવલભાઈ બામણીયા, ધર્મેશભાઈ મઢવી, દિપકભાઈ માખેચા, વિનુભાઈ વાળા, ડો. પી. જી. ગણાત્રા, ધીરેન્દ્ર ગોહિલ, નાથાભાઈ વિસાવાડિયા, હેમેન્દ્ર બામણીયા, નટવરલાલ તન્ના, લાખાભાઈ પરમાર, આશિષભાઈ મારું, મનીષા ચાવડા, નાગિન તન્ના સહીતના વાચક ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.(૬.૩)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
