તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ડેડાણમાં સગી પુત્રીનું ગળુ દબાવી હત્યા
ગામના જ યુવાન સાથે પ્રેમ સંબંધ હોય આબરૂ જવાની બીકે પિતાએ પુત્રીની હત્યા કર્યાની ફરિયાદ : મુસ્લિમ સમાજમાં અરેરાટી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૫: ખાંભાના ડેડાણ ગામે નરાધમ મુસ્લિમ પિતાએ સગી પુત્રીનું ગામના જ પર યુવાન સાથે પ્રેમ સંબંધના કારણે ગળુ દબાવી હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી હતી.
વિગતો એવા પ્રકારની છે કે, ખાંભાના ડેડાણ ગામે રહેતા મજીદ ગુલાબભાઈ ખોખર આંબલીયાવાળો ઢોરોની પુત્રી ઇશિકાબેનને એ જ ગામના કાના નામના યુવાન સાથે પ્રેમ સંબંધો હોય જેથી સમાજમાં આબરૂ જવાની બીકે મમતાજ બેનના મકાનમાં ઇશિકાબેનનું ગળુ દબાવી હત્યા કર્યાની ફરિયાદ ખાંભા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૨૩.૬)
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
