તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
આતંકીઓને ફાંસીના માચડે લટકાવોઃ મોરબી અડધો દિ' બંધ
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા આક્રોશઃ પુતળા દહન, સુત્રોચ્ચાર, આવેદન સાથે આક્રોશ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૫: વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળની યાદીમાં જણાવ્યા અનુસાર ૨૨ એપ્રિલના રોજ પહેલગામની બાજુમાં બાઈસરનમાં જેહાદી માનસિકતા વાળા આતંકવાદીઓએ જે લોકો કાશ્મીર ફરવા ગયા હતા. તે પર્યટકો ઉપર તેમનો ધર્મ પૂછી, કલમાં વાંચવાનું કહી, લોકોના ટ્રાઉઝર ઉતારીને ધર્મ ચેક કરવામાં આવ્યો અને પછી હિન્દુ છે એવી આતંકવાદીને ખબર પડી એટલે એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. જે ઘટનાની વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ સખ્ત શબ્દોમાં નિંદા કરે છે અને એ આતંકવાદીઓના વિરોધમાં કાલે તા.૨૫મીએના સવારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પાસેથી ચાલીને નગરદરવાજા સુધી મૌન રેલી યોજવામાં આવશે. નગર દ૨વાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં તમામ વેપારી એસોસિએશનોને અને જનતાને જોડાવવા અપીલ કરવામાં આવી છે.
આ સાથે ગઈકાલ રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા મોરબીની મેઈન બજા૨માં દુકાને- દુકાને સ્ટીકર પણ મારવામાં આવ્યા કે જો કોઈ ઇસ્લામિક આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર ક૨તા હોય તો હવે હિન્દુ સમાજ પણ ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખી મોરબી નગરના તમામ વેપારી એસોસિએશને આજે સવારે અડધો દિવસ બંધનું એલાન કર્યું છે એ નિર્ણયની વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ સરાહના કરે છે અને આ કાર્યક્રમમા સહભાગી થવા બદલ હદયથી આભાર વ્યક્ત કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત તમામ કાર્યક્રમો રદ્દ
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રાષ્ટ્રહિત પ્રથમને મહત્વ આપતા હાલના સમયમાં કાશ્મીરના પહેલગામમાં આપણા હિન્દુ સમાજ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં જે નિર્મમ રીતે હિન્દુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. જેના કારણે તા. ૨૯-૪-૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા તેમજ ભોજન પ્રસાદ સહિતના તમામ કાર્યક્રમો શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા રદ્દ કરવામાં આવ્યા છે અને આ આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં વખોડી કાઢતા તારીખ ૨૯-૪- ૨૦૨૫ના રોજ પરશુરામ દાદાને આરતી તેમજ તમામ મળતકોને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુન્ની મુસ્લિમ મિયાણા જમાત દ્વારા મૌન રેલી
માળીયા (મી.): જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા અને શાંતિ-એકતાનો સંદેશ આપવા માળિયા મિયાણાના સુન્ની મુસ્લિમ મિયાણા જમાત અને શહેરના નાગરિકો દ્વારા આવતીકાલે તા. ૨૫-૪-૨૦૨૫ને શુક્રવારના રોજ બપોરે ૨ કલાકે શાંતિપૂર્ણ મૌન રેલી યોજાશે.
જેમાં જુમ્મા મસ્જિદથી મામલતદાર કચેરી ખાતે મૌન રેલી રાખીને મામલતદાર મારફત ગળહ મંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવશે. તેમજ આવા આતંકવાદીઓને જલ્દી ઝડપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગણી સાથે રેલી કાઢવામાં આવશે. મહત્વનું છે કે, તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામ ખાતે બનાવેલા નિર્દોષ નાગરિકો પરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. આ હુમલામાં ૨૬થી વધુ લોકો, મોટાભાગે પર્યટકો, જેમાં ગુજરાતના ભાવનગરના પિતા-પુત્રનો સમાવેશ થાય છે, તેમણે જીવ ગુમાવ્યો, જે દેશભરમાં શોક અને આક્રોશનું કારણ બન્યું છે. આવા કાયર કળત્યો માનવતા, શાંતિ અને ભાઈચારા વિરુદ્ધ છે, અને આપણા દેશની એકતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
દિવંગતોને શ્રદ્ધાંજલી પાઠવાઈ
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોની શ્રદ્ધાંજલી આપવા માટે આજે મહાકાલ ક્રિકેટ ગ્રુપ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારના ૨ મિનિટ મૌન પાળી અને હાથમાં બ્લેક રીબીન બાંધી મળતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને તમામ મળતકોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.
મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ઉગ્ર સૂત્રોચાર સાથે જાહેર રસ્તા પર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, ગોલી મારો સાલો કો દેશ કે ગદ્દારો કો.. જેવા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મિશન નવ ભારત
મિશન નવ ભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ સ્મારક મોરબી ખાતે પહલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આગામી સમયમાં આવું ક્રૂર કળત્ય કરનાર આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દૂ સંગઠનો
જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓએ કરેલી હિંસાથી દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. આંતકી હુમલામાં જવાબદારો સામે પગલાં ભરવા ઠેરઠેર માંગ ઉઠી છે. ત્યારે મોરબીના હિન્દૂ સંગઠનોએ આંતકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી જિલ્લા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને આવેદન આપી આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ ફાંસીના માંચડે લટકાવો તેવી ઉગ્ર માંગ કરી છે.
પ્રધાનમંત્રીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે તાજેતરમાં બનેલી ઘટનામાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પર્યટકોની ધાર્મિક ઓળખ પૂછીને તેમની નળશંસ હત્યા કરવામાં આવી છે. આ ઘટના સમગ્ર રાષ્ટ્રને આઘાતગ્રસ્ત અને રોષિત કરનાર છે. આ માત્ર એક આતંકી હુમલો નથી, પરંતુ ભારતના બહુમત હિન્દુ સમુદાયની ધાર્મિક સ્વતંત્રતા, ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે.
તમારા સશક્ત નેતળત્વમાં ભારતે આતંકવાદ સામે ખૂબ સાહસપૂર્વક લડત આપી છે. છતાં, આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે હજી પણ હિન્દુ સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ ધરાવતા તત્ત્વો સક્રિય છે, જે આપણા દેશની એકતા, અખંડતા અને સામાજિક સદભાવને નુકસાન પહોંચાડવાનો ષડ્યંત્ર રચી રહ્યાં છે.
અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા તરફથી નીચે મુજબની માંગણીઓ રાખવામાં આવે છે કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓને તાત્કાલિક ઝડપી લઈ તેમને ફાંસીની સજા આપવામાં આવે. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ અને પર્યટકો માટે સ્થાયી અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા સુનિヘતિ કરવામાં આવે. મળતકના પરિવારજનોને યોગ્ય આર્થિક સહાય અને એક પરિવારજને સરકારી નોકરી આપવામાં આવે. દરેક ધાર્મિક સ્થળ અને યાત્રાઓ માટે એક સંકલિત રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અમલમાં મૂકવામાં આવે. ધાર્મિક આધાર પર કરવામાં આવેલી હિંસાને દેશદ્રોહની શ્રેણીમાં મૂકી સંડોવાયેલા તમામ આતંકીઓને કઠોર શિક્ષા આપવામાં આવે તેવી માંગ કરી છે.
ગીરીશભાઈ ઘેલાણી-સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સી.ડી.રામાવત-મોરબી જીલ્લા અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, પ્રતાપભાઈ ચગ-મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નેવિલભાઈ પંડિત-મોરબી જીલ્લા અધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ, શ્યામભાઈ ચૌહાણ-મોરબી જીલ્લા મહામંત્રી-રાષ્ટ્રીય બજરંગ દળ, લખનભાઈ કક્કડ-મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ, ધરમેન્દ્રભાઈ કાલરીયા-મોરબી તાલુકા પ્રમુખ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ભાવીનભાઈ ઘેલાણી-મોરબી શહેર અધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નરેન્દ્રભાઈ પાવ-મોરબી શહેર ઉપાધ્યક્ષ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, નિર્મિતભાઈ કક્કડ-મોરબી શહેર મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, પારસભાઈ ચગ-મોરબી શહેર અધ્યક્ષ-રાષ્ટ્રીય બજરંગ દળ, મહેન્દ્રભાઈ પટેલએ વડાપ્રધાનને સંબોધીને પહેલગામ આતંકી હુમલા મુદે આવેદન આપ્યું હતું.
સનાતન યુવા ગૃપ
તા.૨૨/૦૪/૨૦૨૫ ના કાશ્મીરના પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આંતકવાદીઓએ નિર્દોષ પર્યટકોની ઘાતકી હત્યાં કરી જધન્ય હત્યાકાંડ કર્યો છે જેને સનાતન યુવા ગ્રુપ મોરબી ના દરેક સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને આજ રોજ તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ સનાતન યુવા ગ્રુપ દ્વારા દિવંગતો ના આત્માને શાંતિ મળે એમાટે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકની યાદીમાં જણાવ્યું છે.(૬.૬)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
