તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
જસદણના ભાદર નદીના કાંઠે અજાણ્યા યુવાનની લાશ મળીઃ હત્યાની આશંકા
ફોરેન્સીક પી. એમ. રીપોર્ટ બાદ મોતનું ચોકકસ કારણ બહાર આવશે

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ તા. રપ :.. જસદણના સ્મશાન રોડ નજીક ભાદર નદીના કાંઠે એક અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મળતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી. જાની ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થળનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું.
પોલીસ સૂત્રો અનુસાર, મળતકની ઓળખ હજુ સુધી થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ મળત્યુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આકસ્મિક મળત્યુની શકયતાને પણ નકારવામાં આવી નથી. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં પૂછપરછ હાથ ધરી છે.
મળતદેહને જસદણ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જસદણ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ મળતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. ફોરેન્સિક રિપોર્ટથી મળત્યુનું ચોક્કસ કારણ અને મળતકની ઓળખ મેળવવામાં મદદ મળે તેવી આશા છે.
જસદણ પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ પાસાંઓની તપાસ કરવામાં આવી હતી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચર્ચા અને ચિંતા ફેલાવી છે
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
