<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પોરબંદરની સીમમાં ખનીજ ખોદકામ માટેની ૬ ચકરડીઓ ડમ્‍પર સહીત ર૪ લાખનો બિનવારસી મુદામાલ મળ્‍યો

 

(હેમેન્‍દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., રપઃ નજીકની રાતડી સીમમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી અંગે તપાસનો ધમધમાટ ચાલી રહેલ છે. આ તપાસ દરમિયાન પથ્‍થર કટીંગની ૬ ચકરડીઓ રેતી ભરેલું ઓવરલોડ ટ્રેકટર ડમ્‍પર સહિત કુલ ર૪ લાખનો બિનવારસી મુદામાલ મળી આવ્‍યો હતો.

કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણી ેની સૂચના અનુસાર, ભૂસ્‍તરશાષાીશ્રી કિરણ પરમાર તથા પ્રાંત અધિકારીશ્રી સંદીપસિંહ જાદવ તપાસ ટીમ દ્વારા રાતડી ગામના સીમ વિસ્‍તારમાં ખનિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. તપાસ દરમિયાન સરકારી વાહનોની મદદથી ૬ ચકરડી મશીનો અને ૧ ટ્રેક્‍ટર બિનવારસી હાલતમાં મળી આવ્‍યા હતા, જે બિલ્‍ડિંગ લાઇમસ્‍ટોન ખનિજના ગેરકાયદેસર ખનનમાં વપરાતા હતા. તમામ મશીનરી સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં રાખવામાં આવી છે.

એરપોર્ટથી ત્રણ માઇલ અંતરે આકસ્‍મિક ચેકિંગ દરમિયાન રેતી ભરેલ ટ્રક નં. GJ-16-Z-4389 બિનઅધિકળત રીતે ઓવરલોડ અવસ્‍થામાં ઝડપાઈ હતી. વાહન સીઝ કરી ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન ખાતે રાખવામાં આવ્‍યું છે.

ખાણ ખનીજ વિભાગ કચેરી દ્વારા મોજે-ઓડદર રોડ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું, જ્‍યાં ડમ્‍પર નં. GJ-11-U-7897 બિલ્‍ડિંગ લાઈમસ્‍ટોન ખનિજ સાથે બિનઅધિકળત રીતે મળી આવ્‍યું હતું. ડમ્‍પર સીઝ કરી કલેક્‍ટર કચેરી કમ્‍પાઉન્‍ડ પોરબંદર ખાતે રાખવામાં આવ્‍યું છે. આ વાહનના માલિક રમેશ વરજાંગભાઈ મોકરીયા હોવાનું ખુલ્‍યું છે.

 

આ ચેકીંગ કાર્યવાહીમાં અંદાજિત રૂ. ૨૪ લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્‍યો છે. આગામી પગલાં તરીકે નિયમીત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

(11:30 AM IST)