<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

આતંકવાદીઓને ઠાર મારોઃ સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં ભભુકતો આક્રોશ ગામે-ગામ આવેદન, શ્રધ્‍ધાજંલી અર્પણઃ આતંકવાદનો ખાત્‍મો બોલાવવા ઉઠતો સુર

રાજકોટ તા.૨૫: આતંકવાદીઓ સામે રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આતંકવાદનો ખાત્‍મો બોલાવવા ઉગ્ર માંગ થઇ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ જમ્‍મુ કાશ્‍મીરના પહેલગાંવમાં પાકિસ્‍તાની આંતકવાદી દ્વારા ધર્મના આધારે ૨૭થી વધુ વ્‍યક્‍તિને મોતને ઘાટ ઉતારવામાં આવા હિન્‍દુ સમાજના વીરગતિને પામેલા વીરોને વિરાંજલી અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન સમસ્‍ત હિન્‍દુ સમાજ, સામાજિક આગેવાનો તેમજ સાધુ સંતો દ્વારા ભગવતી સર્કલ, કાળિયાબીડ, ભાવનગર ખાતે તા. ૨૫-૪-૨૦૨૫ સાંજના ૬ કલાકે કરેલ છે.  ભાવનગરના સમસ્‍ત હિન્‍દુ સમાજ આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્‍થિત રહે તે માટે સાધુ સંતો દ્વારા આહવાન છે. તેમજ બધા પોતાના ધંધા રોજગાર સ્‍વયંભૂ બંધ રાખી આ સભામાં ઉપસ્‍થિત રહે તેવો અનુરોધ કરાયો છે.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટાઃ તાજેતરમાં કાશ્‍મીરના પહેલગામમાં આંતકવાદી હુમલો થયેલો હતો અને જેમાં દેશભરના ૨૭ જેટલા લોકોએ જાન ગુમાવેલ હતો આ તમામ આંતકવાદી હુમલાનો ભોગ બનનાર મળતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક કાર્યક્રમ શહીદ ભગતસિંહ ચોકમાં કોંગ્રેસ અને સામ્‍યવાદી પક્ષના સંયુક્‍ત ઉપક્રમે રાખવામાં આવેલ હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કળષ્‍ણકાંત ચોટાઈ, લાખાભાઈ ડાંગર, ડાયાભાઈ ગજેરા, વિનુભાઈ કેરવડા, લખમણભાઇ ગોપાળા, ભુપતભાઈ કનૈયા, ગુલામ બાપુ ,લાલાભાઇ ધાબી, હનીફભાઈ કોડી, જયદેવસિંહ વાળા, ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા સહિતના અનેક આગેવાનોએ આંતકવાદી હુમલામાં પગ બનેલા મળતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉપલેટા

ઉપલેટમા તાજેતરમાં કાશ્‍મીરના પહેલગામમાં આતંકવાદી દ્વારા હિન્‍દુ સમાજના પ્રવાસીઓ ઉપર હુમલો કરી ૨૬ પ્રવાસીઓની હત્‍યા કરેલ છે તેનો વિરો દેશમાં ઠેર-ઠેર થયેલ છે.

ઉપલેટામાં સમસ્‍ત મુસ્‍લિમ સમાજ દ્વારા બપોરના બે ત્રીસ વાગે એક બાઇક રેલીનું આયોજન કરેલ છે. જે જીકરીયા ચોકથી ગાંધીચોક તથા નાગનાથ ચોક થઇને મામલતદાર કચેરી ખાતે બાઇક રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવશે તથા આતંકવાદી દ્વારા હુમલો થયેલ છે તેનો વિરોધ કરેલ.

મોરબી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ કાશ્‍મીરના પહલગામ ખાતે ૨૨ એપ્રિલના રોજ આતંકી હુમલામાં ૨૮ જેટલા પ્રવાસીઓના મોત નિપજ્‍યા છે. જેમાં ભાવનગરના પિતા-પુત્રનું પણ મોત નિપજ્‍યું છે. ત્‍યારે આજે ભાવનગર ખાતે પિતા-પુત્રની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોરબીના સેવાભાવી યુવાન અજયભાઈ લોરીયા તેમજ સેવા એજ સંપત્તિ ફાઉન્‍ડેશનની ટીમ ભાવનગર પહોંચી હતી અને મળતક પિતા-પુત્રની અંતિમ યાત્રામાં ઉપસ્‍થિત રહીને બન્નેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

(11:49 AM IST)