<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ખંભાત તાલુકાના દરિયા કાંઠા વિસ્‍તારના ગામોમાં કુંવરજીભાઈએ પ્રવાસ કરી માહિતી મેળવી

આણંદ-મોગરી કાંસ રાજુપુરા, રાલેજ ખાતે રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ થતા બ્રીજની કામગીરીનું નિરીક્ષણ અને બીજા પ્રશ્‍નોના નિરાકરણ કરવા સુચના આપી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૫: આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના દરિયા કાંઠાના વીસ્‍તારમાં પીવાના અને સિંચાઈના પ્રશ્‍નો અંગે રાજ્‍યના સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પ્રવાસ કરવામાં આવ્‍યો હતો.  

આ પ્રવાસ દરમ્‍યાન રૂ. ૧૫ કરોડના ખર્ચે  ખંભાત તાલુકાના આણંદ-મોગરી કાંસ પર ચોરખાડી કોતર પર ચેકડેમ બનતા રાજીપુરા-બાજીપુરા ગામનો રસ્‍તો ડૂબમાં ગયેલ જેથી આ ગામના લોકોએ ખંભાત તાલુકા મથકે જવા ૨૦ કિમી ફરીને જવું પડતું જેને ધ્‍યાને લઇ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૧૫ કરોડના ખર્ચે રાલેજ ગામે રાજુપુરા પરા વિસ્‍તારમાં એક બ્રીજ મંજૂર કરેલ જેની નિર્માણની કામગીરી હાલ ચાલુ હોય રૂબરૂ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરેલ. 

આ બ્રીજ બનતા હાલ ખંભાત તાલુકાના રાલેજથી કલમસર જવા માટે આશરે ૨૫ કિમી અંતર કાપવું પડે છે જે બ્રીજ બન્‍યા બાદ માત્ર ૪ કિમી જ અંતર થશે તેમજ કલમસરથી આગળ ડાલી-ધુવારણ ગામને કનેક્‍ટીંગ રસ્‍તો હોય આ ગામો વચ્‍ચેનું અંતર ખુબ ઓછુ થશે.

આ બ્રીજ બનતા ડાલી, ધુવારણ, કલમસર, હરીપુરા, જહાંગીરપુરા, ખડોધી, બાજીપુરા, બાજીપુરા ગામના લોકોને તાલુકા મથક ખંભાતનું અંતર ઘટી જશે

(11:55 AM IST)