તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ગોંડલના ગોમટા પાસે ફાર્મ હાઉસમાં જુગારની કલબ પકડાઇઃ રાજકોટના ૪ સહિત ૧૦ પકડાયા
ગોંડલનો મયુરસિંહ જુગાર રમાડતો'તોઃ એક લાખની રોકડ સહિત ૧.૪૮ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. રપઃ ગોંડલના ગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતી જુગારની કલબ ઉપર ગોંડલ તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા રાજકોટના ૪ સહિત ૧૦ શખ્સોને ૧.૪૮ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
ગોમટા પાસે સીમમાં ફાર્મ હાઉસમાં મયુરસિંહ બાબભાઇ ઉર્ફે મહીપતસિંહ ઝાલા રે. અક્ષરવાડી શેરી નં. પ ગોંડલ બહારના માણસોને બોલાવી જુગારની કલબ ચલાવતો હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકાના પ્રોબે. આઇ.પી.એસ. નવીન ચક્રવર્તી તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડા રૂા. ૧,૦૬,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૮ મળી કુલ ૧.૪ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧) હસમુખ લવજીભાઇ રાજા ઉ.વ. ૬૭ રહે. હસનવાડી શેરી નં. ૩ લવકુશ મકાન રાજકોટ. (ર) રમેશ શામજીભાઇ જીવાણી ઉ.વ. પપ રહે. રસનાળ તા. જોડીયા જી. જામનગર (૩) રાજુ દેવકરણભાઇ રાજદેવ ઉ.વ. ૬૭ રહે. પ્રહલાદ પ્લોટ મેઇન રોડ કરણપરા વિસ્તાર રાજકોટ શહેર (૪) દિલીપ ચંદુભાઇ જસાણી ઉ.વ. પપ રહે. કૃષ્ણનગર સોસાયટી બાબરા તા. બાબરા જી. અમરેલી (પ) ઇસ્માઇલ જીવાભાઇ વકાલીયા ઉ.વ.પર રહે. વાવડી ચોકડી બાવનશાપીરની દરગાહ પાસે જી. મોરબી (૬) હરેશ દયાળજીભાઇ સુચક ઉ.વ.૬પ રહે. એલ-૬૧/ર૪૪, આકાશદિપ સોસાયટી દુધસાગર રોડ રાજકોટ શહેર (૭) નીઝામ કરીમભાઇ જેડા ઉ.વ. ૪૪ રહે. વાવડી રોડ પાસે મોરબી જી. મોરબી (૮) ભાવેશપરી પ્રતાપપરી ગોસાઇ ઉ.વ. પ૧ રહે. લક્ષ્મીવાડી બ્લોક નં. ૭ કવાટર્સ નંબર પર રાજકોટ શહેર (૯) કૌશિક હરજીવનભાઇ મેરજા ઉ.વ. ૪૦ રહે. ઘુંડળા રોડ સંસ્કાર રેસીડેન્સી શીવાય પેલેસ મોરબી તથા (૧૦) મયુરસિંહ બાબભાઇ ઉર્ફે મહીપતસિંહ ઝાલા ઉ.વ. પ૬, રહે. અક્ષરધામ શેરી નં. પ ગોંડલનો સમાવેશ થાય છે. કબજે કરેલ મુદામાલઃ રોકડા રૂપિયા ૧,૦૬,ર૦૦/- મોબાઇલ ફોન નંગ-૮ જેની કિં. રૂ. ૪ર૦૦૦/-
આ કાર્યવાહી ગોંડલ તાલુકાના હે. કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, રૂપકભાઇ બોહરા, કિશનભાઇ ચાવડા, પો. કો. રવિરાજસિંહ વાળા, સંજયભાઇ મકવાણા, ભગીરથભાઇ વાળા તથા રાજેશભાઇ બાંભવા, રણજીતભાઇ ધાધલ સહિતના સ્ટાફે કરી હતી.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
