તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
આતંકી હુમલાના મૃતકોને બેટ દ્વારકામાં શ્રધ્ધાંજલી

(આલાપ ભરતભાઈ બારાઈ-દ્વારા) ઓખા, તા.૨૫: કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં જ થયેલા ભયાનક આત્મઘાતી જેહાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બેટ દ્વારકા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરના દ્વાર પાસે શહેરના તમામ નાગરિકોએ એકત્રિત થઈ દુઃખની લાગણી સાથે બે મિનિટનું મૌન પાળી શહીદો માટે પ્રાર્થના કરી હતી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રવિન્દ્રસિંહજી, જયેશભાઈ તથા સોની મહાજન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
હનુમાન દાંડી બેટ દ્વારકા પ્રમુખ શ્રી હેમભા વાઢેરે આ હુમલાની ઘોર નિંદા કરી છે અને જણાવ્યું કે દેશવિરોધી તથા હિંદુવિરોધી માનસિકતા ધરાવનારા આતંકવાદીઓ સામે કેન્દ્ર સરકાર કડક પગલાં લઈ, આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે કડક કાર્યવાહી કરે તેવી તેમણે માંગણી રાખી છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
