<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જુનાગઢમાં વિશ્વ પુસ્‍તક નિમિતે વાંચન વલોણુ દ્વારા ગ્રંથયાત્રા યોજાઇ

જુનાગઢઃ જુનાગઢમાં વિશ્વ પુસ્‍તક દિવસ નિમિતે વાંચન વલોણુ પરિવાર દ્વારા એકગ્રંથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ.આ ગ્રંથ યાત્રાનો ગર્લ્‍સ હાઈસ્‍કુલ ખાતેથી પ્રસ્‍થાન કરી એમજી રોડ કાળવા ચોક, મોતીબાગ અને બિલનાથ મંદિર પાસે આવેલ પ્રેમાનંદ સ્‍ુકલ ખાતે સભાના સ્‍વરૂપે પૂર્ણ થઇ હતી. ઉપરોકત તસ્‍વીરમાં ખુલ્લી જીપમાં આ ગ્રંથ યાત્રા નિકળેલ જેમાં મહાદેવ રિસોર્ટવાળા નિલેશભાઇ ભરાડ તથા પુ.નિજસ્‍વરૂપાનંદ સ્‍વામી અને વાંચન વલોણું પરિવારના એલ.વી. જોષી, માતંગભાઇ પુરોહિત તથા ધીરૂભાઇ પુરોહિત તેમજ આ ગ્રંથોનું સ્‍વાગત કરતા માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી, જેબી શીલુ, રાઘવજીભાઇ સાંકળીયા પ્રો. ભરત દવે, યોગેશ મહેતા, પત્રકાર સી.વી. જોષી, કિરીટભાઇ જોષી તેમજ મહિલા મંડળના બહેનો અને છેલ્લે પુસ્‍તકોનું પુજન કરતા બિલનાથ મંદિરના પૂ. ગણેશાનંદ બાપુ, પૂ.નિજસ્‍વરૂપસ્‍વામી, શહેર ભાજપના પ્રમુખ ગોૈરવ રૂપારેલીયા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી, એલ.વી. જોષી, ભાવેશ જાદવ, હરેશ પંડયા વગેરે નજરે પડે છે. આ ગ્રંથયાત્રામાં પુસ્‍તકપ્રેમીઓ જોડાયા હતા. અને પ્રેમાનંદ વિદ્યામંદિર ખાતે સમાપન સ્‍થળે પુસ્‍તકોનું પુજન અને દિવડાની આરતી કરવામાં આવી હતી.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)(૯.૧૫)

(12:13 PM IST)