તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
જૂનાગઢના શખ્સે લાયસન્સ રીન્યુ નહીં કરાવી પિસ્ટલ, કાર્ટિસ અન્યને આપતા ગુનો દાખલ
મધુરમ વિસ્તારના શખ્સની એસઓજીએ કરી ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫ : જૂનાગઢના શખ્સે લાયસન્સ રીન્યુ નહીં કરાવી પિસ્ટલ, કાર્ટિસ અન્યને આપતા એસઓજીએ ગુનો નોંધી મધુરમ વિસ્તારના શખ્સની ધરપકડ કરી હતી.
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ એન્જલ પાર્કમાં રહેતો શૈલેષ પરબત કાબાએ પિસ્ટલનું લાયસન્સ મેળવ્યું હતું પરંતુ લાયસન્સ એકસપાયર થયેલ હોવા છતા રીન્યુ કરાવેલ નહીં અને નિયમોનુસાર સરકારશ્રીમા જમા પણ ન કરાવી પોતાના કબજામાં પિસ્ટલ તથા જીવતા કાર્ટીસો રાખ્યા હતા. અને તેણે
પિસ્ટલ તથા જીવતા કાર્ટીસો મજેવડી દરવાજા પાસે રહેતો રહીમ ઉર્ફે રહીશ દીલાવરભાઇ બેલીમને આપ્યા હતા.
દરમિયાન પેટ્રોલિંગ વખતે મજેવડી દરવાજા વિસ્તારમાંથી રોહિમ બેલીમ રૂપિયા ૩૦,૦૦૦ની પિસ્ટલ તથા રૂપિયા ૩૦૦ ના ૩ જીવતા કાર્ટીસો સાથે જાહેરમાંથી મળી આવતા તેની ધરપકડ કરી લાયસન્સની શરતોનો અને
જિલ્લા મેજી. જૂનાગઢના હથીયારબંધી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. (ર૮.૭)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
