તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
‘પાકિસ્તાન મુર્દાબાદ..'ના નારા સાથે મોરબીમાં આતંકવાદીના પૂતળાનું દહન
મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરૂગેટ ચોકમાં પણ બે મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈઃ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૫: મોરબીઃ આતંકી ઘટનાના વિરોધમાં મોરબી આજે ભારે આક્રોશ સાથે સજ્જડ બંધ રહ્યું છે. આ સાથે મૌન રેલી યોજવામાં આવી હતી. જે પૂર્ણ થતાં આતંકવાદીના પૂતળાને સળગાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. મોરબીમાં આ આતંકી ઘટનાને વખોડી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદ - બજરંગ દળ અને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા આજે બપોરે ૨ વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્ય કાંતિલાલ અમળતિયાની હાજરીમાં મૌન રેલી શરૂ થઈ હતી. આ રેલી નગરદરવાજાએ પૂર્ણ થઈ છે. જ્યાં બે મિનિટનું મૌન પાડીને મળતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આતંકવાદીના પૂતળાને સળગાવાયુ હતું. સાથે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
બંધના એલાનના પગલે મોરબી પણ સવારથી બંધ રહ્યુ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
