<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અયોધ્‍યામાં ગાદી છોડવાની હરીફાઇ હતી, અત્‍યારે લોકો ગાદી લેવા દોડે છેઃ પૂ.રમેશભાઇ શુકલ

સોમનાથમાં કુહાડા પરિવાર આયોજીત શ્રી રામકથાનો પ્રારંભઃ આજે બીજો દિવસ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૫: સોમનાથ ખાતેના રોજ સ્‍વ. ભાનુમાં મોહનભાઈ કુહાડાનાં સ્‍મરણાર્થે  શ્રી વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્‍દુ સેવા સમાજ તથા સ્‍વં. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલ છે  તેમાં આજે સોમનાથ હમીરસિંહ સર્કલ પાસેથી રામકથાની પોથી યાત્રામા શ્રી અખિલ ગુજરાત માછીમારો મહામંડલના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્‍ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા શાષાોકત પૂજા વિધિ દ્વારા અને પોથીયાત્રા પૂર્ણ થયા બાદ રાધેકળષ્‍ણ મંદિર નાં વિધવાન કર્મકાંડી શાષાી શ્રી મહેશભાઈ મહેતા દ્વારા સંચાલન સાથે સંગીત શૈલી સાથે રામ કથા નો શુભ પ્રારંભ  કરવામાં આવેલ વ્‍યાસપીઠ પીઠ પર વક્‍તા શ્રી ખ્‍યાતનામ કથાકાર ભાગવતાચાર્ય શ્રી કાળભૈરવ પીઠાધીશ્વર મંદિર નાં મહંત શ્રી રમેશભાઈ શુકલ (પાલીતાણાવાળા) આ પોથી યાત્રા મા સમસ્‍ત ખારવા સમાજ તેમજ મોટી સંખ્‍યા મા  હિંદુ સમાજ પ્રમુખશ્રીઓ તેમજ આગેવાનો તેમજ દરેક હિન્‍દુ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.

જેમાં નિરાલી ખોડિયાર મંદિર ભાલકાના મહામંડલેશ્વર મહંત શ્રી બજરંગદાસ બાપુ, રામેશ્વર એક્‍સપોર્ટના માલિક રામજીભાઈ પીઠડ, ધનસુખભાઈ પીઠડ, નિધિ સી ફૂડ્‍ એક્‍સપોર્ટના રાજેશભાઈ ગોહેલ, સી.કે.ભાઈ ગોહેલ, ચંદ્રશીલા એક્‍સપોર્ટર ના માલિક વિક્રમભાઈ સુયાણી, ચંદ્રેશ કુમાર સુયાણી, ચમ એક્‍સપોર્ટર રામભાઈ ચમ,  પોરબંદર સમસ્‍ત ખારવા સમાચાર પૂર્વ પટેલ સુનિલભાઈ ગોહેલ, પોરબંદર બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ભરતભાઈ મોદી તથા પોરબંદર ખારવા સમાજના અગ્રણીઓ, વેરાવળ ભોઈ સમાજના પટેલ હરગોવિંદભાઈ વાજા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, સોરઠીયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, વેરાવળ ઇન્‍ડિયન રયોન ના ઇ.આર ના જનરલ મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકોર, સાહેબ, ઇ.આર ના મેનેજર પ્રિતેશ ગૌસ્‍વામી, મિર્ઝા, દરબાર સમાજના અગ્રણી રમજુભા ચાવડા, વિજય વાળા, વેરાવળ ખારવા સમાજના અધ્‍યક્ષ મોહનભાઈ આગિયા, ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઇ આગિયા,  ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડિયા, તથા ખારવા સમાજના તમામ આગેવાનશ્રીઓ, તથા તમામ કુહાડા પરિવારના ભાઈઓ બહેનો તેમજ બોહરી સંખ્‍યામાં હિન્‍દુ  સમાજના ભાઈઓ બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ શ્રી વેરાવળ સમસ્‍ત ખારવા સમાજ ના સોશિયલ મીડિયા ઇન્‍ચાર્જ પ્રકાશભાઈ માલમડી દ્વારા જણાવવામાં આવે છે.

 કથાકાર પૂ.રમેશભાઇ શુકલએ જણાવ્‍યું કે, જે ઘરમાં તારૂમારૂ આવે ત્‍યાં રામાયણ છે ભરતજી એમ કહે પ્રભુ ગાદી તમારી છે શ્રી રામજી કહે ભરત ગાદી તારી છે, શ્રી રામ અને ભરતની વચ્‍ચે અયોધ્‍યાની ગાદી ઝોલા ખાતી કોઇ લેવા તૈયાર નહી ગાદી છોડવાની હરીફાઇ હતી. આજે લોકો ગાદી લેવા માટે દોડે છે.

પૂ.રમેશભાઇ શુકલએ વધુમાં કહયું કે, ભગવાન શંકર પરમ વૈષ્‍ણવ છે. ભાગવત કથાના પ્રધાન વકતા પણ એ છે. રામકથાના પ્રધાન વકતા પણ એ છે. કથા સંખ્‍યા કરતા એકાગ્રતાની જરૂર છે. આપણે કથામાં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી નથી. બાદશાહ ઓૈરંગઝેબનો ત્રાસ થયો ત્‍યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રગટભાવ થયો આદેશમાં સનાતન ધર્મ માટે આચાર્યોનું ઘણુ પ્રદાન છે. શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનંદાચાર્યજી વિગેરેનું છે.

(1:19 PM IST)