<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

જેતપુરમાં બાળકોને રમવાની નોટો આપી છેતરપિંડી કરવાના કેસમાં ચાર આરોપીને દબોચી રહેતી શહેર પોલીસઃ ૧ ફરાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રપઃ અસલી ચલણી નોટો ની સામે ફાટેલ તુટેલ એકની ડબલ નોટો આપવાનું કહી યુવાન પાસેથી રૂ. ૧ લાખ રૂપિયા લઈ તેના બદલે રૂ. ૨ લાખની બાળકોને રમવાની મનોરંજન બેંકની નોટો આપી છેતરપિંડી કર્યાની ફરિયાદમાં શહેર પોલીસે ગણતરીની કલાકોમાં ૪ શખ્‍સો ને દબોચી લીધા ૧ ફરાર છે.

અમરેલીના સમઢીયાળા ગામે રહેતા યુવાન લલિતભાઈ નારણભાઈ વરુ કે જેવો છ માસ પહેલા સુરત હીરા ઘસતા હતા જ્‍યાં તેમની સાથે કામ કરતા વ્‍યક્‍તિએ એવું કહેલ કે એક વ્‍યક્‍તિ ચલણી નોટો ના બદલામાં ફાટેલી તૂટેલી અને શાહીના ડાઘા વાળી ડબલ રૂપિયા ની નોટો આપે છે જેથી લલીતભાઈ ને લાલચ જાગતા તેમણે ફોન કરી તે શખ્‍સ વાલજી ધનજીભાઈ મકવાણા રહે પાળીયાદ વાળા ને કહેલ કે તેને રૂપિયા એકના ડબલ કરવા છે જેથી વાલજી એ લલીતભાઈ ને નોટો બદલવા માટે જેતપુર બોલાવેલ આ વાલજી તેના મળતીયાઓ સાથે ભાદરના પુલ પર ઉભેલ હોય જ્‍યાં તમામની ઓળખાણ માગતા વાલજીએ તેના મિત્રો અશ્વિન વિનુભાઈ વેગડા, અસલમ નૂરખાન પઠાણ, એજાજ હાજીભાઈ ઠેબા, યુસુફ જુમાભાઈ ચૌહાણ (રહે તમામ જેતપુર) હોવાનું જણાવેલ બંને વચ્‍ચે વાતચીત થતા લલિતભાઈ ને પહેલા સાચી નોટો આપવા કહેતા તેમને વિશ્વાસ નહીં આવતા એવું કહેલ કે સામ સામે બદલી આપો તો જોઈએ છે. જેથી લલિત ભાઈ તેના મિત્ર સાથે જુનાગઢ જતા રહેલ બાદમાં આ ઠગ ટોળકીએ લલીતભાઈ ને ફોન કરી સાંજના સમયે બસ સ્‍ટેન્‍ડ સામે આવેલ જીમખાના મેદાનમાં નોટો બદલી આપવા લઈ ગયેલ જ્‍યાં લલીતભાઈએ રૂ.૧ લાખ ની ૫૦૦ના દરની નોટો આપતા ઠગ ટોળકીએ તેમને નોટોના ચાર બંડલ આપેલ આ નોટો ચેક કરતા તે તમામ નોટો બાળકોને રમવાની ભારતી મનોરંજન બેંક ની હોય તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેઓ શહેર પોલીસ સ્‍ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે બી એન એસ કલમ ૩૧૮(૪), ૬૧(૨)(અ) મુજબ વાલજી ધનજીભાઈ મકવાણા, અશ્વિન વિનુભાઈ વેગડા, અસલમ નૂરખાન પઠાણ, એઝાજ હાજીભાઈ ઠેબા, યુસુફ જુમાભાઇ ચૌહાણ તમામ વિરુદ્ધ ગુન્‍હો નોંધી જાંબાજ સીટી પી. આઈ. એ. ડી. પરમારે જુદી જુદી ટીમો કલાકોની ગણતરીમાં ચાર શખ્‍સોને પકડી પાડી લોકઅપ હવાલે કરેલ જ્‍યારે પાંચમો આરોપી અશ્વિન વિનુભાઈ વેગડા ફરાર હોય પોલીસે તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે

(1:27 PM IST)