તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
અમરેલીમાં ઓનર કિલિંગ : ખાંભાના ડેડાણમાં હિન્દૂ યુવક સાથે પ્રેમ થતા મુસ્લિમ યુવતીને મોતને ઘાટ ઉતારી: પિતાની ધરપકડ
પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતુ: અન્ય જગ્યાએ લગ્ન કરવાની પિતાની વાત નહીં માનતા પિતાએ દીકરીને ગળું દબાવી પતાવી દીધી

અમરેલીના ખાંભામાં પિતાએ સગી પુત્રીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ખાંભાના ડેડાણ ગામમાં પિતાએ દીકરીનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે. પુત્રી પ્રેમી સાથે લગ્ન કરે તે પિતાને મંજૂર નહોતુ. પિતા દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવવા માંગતા હતાં. પુત્રીએ પિતાની વાત માનવાનો ઈનકાર કરતા પિતાએ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણ ગામમા મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી પિતાએ સમાજમાં આબરૂના ડરના કારણે રાત્રીના સમયે ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ખાંભા પોલીસે પુત્રીના સગા પિતાની આરોપી તરીકે ધરપકડ કરી છે.
ખાંભાના ડેડાણ ગામમાં ઓનરકિલિંગની દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં પિતાએ 22 વર્ષીય પુત્રી ઇશિકાબેન ખોખરની હત્યા કરી દીધી હતી. યુવતીના પ્રેમસંબંધને કારણે પરિવારજનો નારાજ હતા. દરમિયાન દીકરી પણ જીદે ચડી હતી ગામના હિન્દુ યુવક કાના સાથે લગ્ન કરવા, પરંતુ અન્ય ધર્મના હોવાથી પિતા રાજી ન હતા. પરિવારજનો અન્ય જગ્યાએ યુવતીની સગાઈ કરી લગ્ન કરવા માંગતો હતો. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતાં બનાવનો ભાંડો ફૂટ્યો હતો.
આ દરમિયાન દીકરીને પ્રેમસંબંધ હોવાથી કારણે સમાજમાં આબરૂ જવાની બીકે યુવતીના પિતા મજીદભાઇ ગુલાબભાઇ ખોખરે રાત્રિના સમયે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈ ખાંભા પોલીસ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાંભા પોલીસ ફરિયાદી બની આરોપી પિતા સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
ખાંભા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.રવિરાજ સિંહ ચૌહાણ જાતે જ ફરીયાદી બન્યા હતા. જેમાં ફરિયાદ નોંધાઈ તે પ્રમાણે વહેલી સવારે મહિલા હેલ્પલાઈન 181 અભયમની ટીમ ડેડાણ ગામમાં મજીદભાઈના ઘરે પહોંચી હતી. હત્યા પહેલા ઇશિકાબેનએ 181ની અભ્યમ ટીમ પાસે મદદ માંગી હતી. આ મામલે ગંભીરતા દાખવી ખાંભા પોલીસને બોલાવવામાં આવી હતી.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
