તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
બુધવારથી ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે :કાલથી બુકિંગ શરૂ
અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

ભાવનગર :યાત્રિયોની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ભાવનગર ટર્મિનસ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09013/09014 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09013 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવાર, 29 એપ્રિલ, 2025ના રોજ સાંજે 7:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
વી જ રીતે, ટ્રેન નંબર 09014 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવાર, 30 એપ્રિલ, 2025ના રોજ ભાવનગર ટર્મિનસથી સાંજે 5:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે.
ટ્રેન નંબર 09013/09014 માટે બુકિંગ 26 એપ્રિલ, 2025થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
