<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા ખેડૂતો I-KHEDUT પોર્ટલ પર અરજી કરી શકશે

કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે

જામનગર: વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ જામનગર જીલ્લા સહિત તમામ જીલ્લાઓના ખેડૂતો આઈ-ખેડૂત વેબ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે વિવિધ ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા.૩૧-૦૫-૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામા આવેલ છે.

ચાલુ વર્ષે: 2025-26માં બાગાયત વિભાગના વિવિધ ઘટકો જેવા કે, ફળપાક વાવેતર આંબા, ટીસ્યુ કેળ, ટીસ્યુ ખારેક, કમલમ, પપૈયાં, નાળિયેરી, જામફળ, લીંબુ, દાડમ વગેરે..., ફળપાક પલાન્ટીંગ મટીરીયલ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવેતર, સરગવાની ખેતી, પાણીના ટાંકા, બાગાયતી પાકોના પ્રોસેસિંગ યુનિટ, વોટર સોલયુબલ ખાતર, પેકિંગ મટીરીયલ, ક્રોપ કવર/બંચ કવર/ગ્રો કવર, જૂના બગીચાનું નવીનીકરણ, કાચા/અર્ધ પાકા/પાકા મંડપ, સ્વરોજગારલક્ષી નર્સરી, મહિલા વૃતિકા તાલીમ, કાપણીના સાધનો વગેરે માટેની સહાય યોજનાનો લાભ મેળવવા માગતા ખેડુતતો આઇ ખેડૂત પોર્ટલ પર નોધણી કર્યા બાદ જ અરજી કરી શકશે.
તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ અસલ બિલ ફાઇલ જમા કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત સામેલ કચેરીના સરનામે (નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર, ફોનનં. (0288) 2571565) ખાતે જમા કરાવવાના થશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(8:54 PM IST)