<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કાશ્મીરના પહેલગાંવમાં 27 લોકોની હત્યાના વિરોધમાં આંતકવાદીના પૂતળા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ગાંધીજીના સ્ટેચ્યુ પાસે આંતકવાદીના પૂતળાનું દહન કર્યું :ભારત સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવા નારા લાગ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કાશ્મીરના પહેલગાંવ માં 27 લોકોને આંતકવાદીઓ હત્યા કરી નાખતા જેના વિરોધમાં આંતકવાદીના પૂતળા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની તેમજ એક્સ આર્મી મેન ગંભીરસિંહ વાળા એ શ્રદ્ધાંજલિ આપતા જણાવેલ કે જમ્મુ કાશ્મીરના પહેલગાવ માં જેહાદી આંતકવાદીઓ દ્વારા "તું હિન્દુ છો ?" ધર્મ અને નામ પૂછીને નિર્દોષ હિન્દુ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં જેહાદી આંતકવાદીના પૂતળા દહનનો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ  ધોરાજી શહેરના ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે  રાખવામાં આવ્યો હતો
 જેમાં ધોરાજી શહેર અને તાલુકાના સમસ્ત હિંદુ સમાજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
આ સાથે ત્રણ દરવાજા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પહેલગાંવ ખાતે આંતકવાદી નો ભોગ બનેલ પરિવારજનોના તસવીર સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ જેમાં શહેરના આગેવાનો એ પુષ્પ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી અને ખૂબ જ સંવેદના વ્યક્ત કરી હતી
બાદ ગાંધીજીના સ્ટેચ્યુ પાસે આંતકવાદીના પૂતળાનું દહન કર્યું હતું
આ સમયે સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોસ જોવા મળી રહ્યો હતો ભારત સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવા નારા લાગ્યા હતા
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધોરાજીના વિવિધ સંગઠનો માં થી એક્સ આર્મી મેન ગંભીરસિંહ કિશોરસિંહ રાજપુત તેમજ અન્ય એક્સ આર્મી જવાનો તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા સભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ માધવ ગૌશાળા ના ટ્રસ્ટી ભુપતભાઈ કોયાણી જયેશભાઈ વઘાસિયા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ભરતભાઈ બગડા વિમલભાઈ સોંદરવા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ વાળા પ્રતાપભાઈ ભાંભી હકાભાઇ દરજી બાલુભાઈ વિંઝુડા જૈન સમાજના વીરાભાઇ સુખડિયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી શહેર અને તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ બજરંગ દળના યુવાનો જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઈ જાની મનીષભાઈ સોલંકી સુરેશભાઈ કટારીયા તેમજ યજ્ઞેશ ગાંધી વિગેરે દ્વારા કરવામાં આવેલું હતું
શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથરે નહીં તે માટે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું

(9:17 PM IST)