તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
ધોરાજી શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર, કડિયાવાડ, દ્વારા જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
પૂ.પા. શ્રી ચંપકલાતા બેટીજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ત્રિદિવસીય ઉત્સવ સંપન્ન :નગર શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત: કાશ્મીરની ઘટના બાદ કડવા પાટીદાર સમાજ ખાતે સત્સંગ સભામાં કોઈ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા એક મહિલાને ઈજા થઈ..?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી શ્રી ગોવર્ધનનાથજી નું મંદિર, કડિયાવાડ, દ્વારા શ્રીમદ જગતગુરુ વલભાચાર્યજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર થી નીકળી હતી બાદ કડવા પાટીદાર સમાજ ઉપલેટા રોડ ખાતે વિશાળ સત્સંગ સભા યોજાઈ હતી
ધોરાજીના કડિયાવાડ બાલધા ચોરા પાસે આવેલ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે ત્રણ દિવસ શ્રીમદ વલભાચાર્યજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો
આ બાબતે વૈષ્ણવ બાબુભાઈ જગાણી યાદીમાં જણાવેલ કે ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ છે શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે ત્રિદિવસે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજનું પ્રાગટ્ય મહોત્સવ પરમ પૂજ્યપાદ શ્રી ચંપકલાતા બેટીજી મહારાજશ્રીની અધ્યક્ષતા માં ત્રિદિવસીય ઉત્સવ કડીયાવાદ હવેલી ખાતે નૃત્ય, સ્તોત્ર ગાન, પાઠશાળા ના બાળકો નો કાર્યક્રમ શ્રી ગોવર્ધનનાથજી નું મંદિર, કડિયાવાડ, ધોરાજી. ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો
નૃત્ય, નાટક, પાઠશાળા ના બાળકો નો કાર્યક્રમ શ્રીમહાપ્રભુજી પ્રાકટ્યોત્સવ પલનાના દર્શન, રાજભોગ નંદમહોત્સવ મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવવા માં આવેલ બાદ
શ્રીમદ વલભાચાર્યજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળેલી હતી જે શોભાયાત્રા ધોરાજીના કડિયાવાડ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતેથી પ્રારંભ થઈ દરબારગઢ મેન બજાર ત્રણ દરવાજા ગેલેક્સીચોક થઈ કડવા પાટીદાર સમાજ ખાતે પૂર્ણ થયેલ હતી
પૂ.પા. શ્રી ચંપકલાતા બેટીજી મહારાજશ્રી(આપશ્રી)ની આજ્ઞાથી. શ્રી ગોવર્ધનનાથજી ના મંદિર થી કડવા પાટીદાર સમાજ જમનાવાડ રોડે પધારેલ) ત્યાં આપશ્રી દ્વારા ધ્વજ વંદન, પાદુકાજી ના કેસર સ્નાન, ત્યાર બાદ આપશ્રી ના કેસર સ્નાન, તેમજ આપશ્રી ના વચનામૃત.સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ હતા
ત્રણ દિવસીય જગતગુરુ શ્રીમદ વલભાચાર્યજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવમાં ધોરાજી vyo ગ્રુપના પરસોતમભાઈ ગુંદણીયા પ્રમુખ.પ્રમોદભાઈ રાખોલીયા ઉપપ્રમુખ. નિતિનભાઈ જાગાણી પ્રભારી
નયનાબેન એ. હિનસુ મહિલા પ્રમુખશ્રી. તેમજ બાબુલાલ જાગાણી ઉપપ્રમુખશ્રી એડવોકેટ, અશોકભાઈ હીંસુ વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ જગાણી એડવોકેટ દ્વારા કરવામાં આવેલું હતું
કડવા પાટીદાર સમાજ ખાતે સત્સંગ સભામાં પથ્થર મારો થતા એક મહિલાને ઇજા પહોંચી
જમ્મુ કાશ્મીર ની ઘટના બાદ સમગ્ર એલર્ટ કરવામાં આવ્યું છે ત્યારે ધોરાજીમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલી દ્વારા શ્રીમદ જગતગુરુ વલભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા ની લીગલી મંજૂરી લેવામાં આવી હતી અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી
આ સમયે એક વૈષ્ણવ એ મીડિયા ને જણાવેલ કે શોભાયાત્રા અંગેની અમોએ અગાઉથી મંજૂરી લીધી હતી પરંતુ એક પણ પોલીસ કર્મચારી શોભાયાત્રા ના બંદોબસ્તમાં હતા નહીં બાદ અમારી શોભાયાત્રા રાત્રીના સમયે કડવા પાટીદાર સમાજ ઉપલેટા રોડ ખાતે પૂર્ણ થતા ત્યાં સત્સંગ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે કોઈ વિધર્મી શકશો દ્વારા પથ્થરનો ઘા કરતા સત્સંગ સભામાં બેસેલા એક મહિલાના માથા ઉપર એ પથ્થર આવતા તેમને ઈજા થઈ હતી જે બાબતે અમોએ તાત્કાલિક ધોરાજી પોલીસને જાણ કરતા ડી સ્ટાફ જમાદાર નારણભાઈ પંપાણીયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા તેઓએ કડવા પાટીદાર સમાજની બાજુની દીવાલમાં આવેલા એપાર્ટમેન્ટ વિભાગમાં અવાજ મારીને ખખડાવતા વિધર્મી લોકો નાસી ગયા હતા. બાદ ત્રણ જેટલા હોમગાર્ડ જવાનો સ્થળ ઉપર હાજર રાખી હતા
આ સમયે વૈષ્ણવો એ રોસ પ્રગટ કરતા જણાવેલ કે અમોએ લીગલી મંજૂરી લીધી હોવા છતાં બંદોબસ્ત શા માટે ના ફાળવ્યો તેમજ હાલમાં કાશ્મીરની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે ધોરાજીમાં પણ ધાર્મિક કાર્યક્રમોમાં કોઈ અસામાજિક તત્વો ખેલ ન પાડે તે બાબતે પણ બંદોબસ્ત આપવો જોઈએ
આ બાબતે વૈષ્ણવોને પૂછવામાં આવતા તેઓએ જણાવેલ કે મહિલાને માથામાં ઇજા થઈ હતી સામાન્ય લોહી નીકળ્યું હતું પરંતુ ધાર્મિક કાર્યક્રમ હોવાથી અમોએ કોઈ ફરિયાદ કરેલ નથી
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
