તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજે બાઈક રેલી યોજી પાકિસ્તાન મૂર્દાબાદના નારા લગાવ્યાં
જૂના બસ સ્ટેન્ડ પાસે આતંકવાદના પૂતળાનું દહન કરાયુ: જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજીને, પાકિસ્તાન મૂર્દાબાદના નારા લગાવ્યા હતા. મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરતા પોસ્ટરો સાથે રેલી યોજવામાં આવી હતી. પાકિસ્તાન મુર્દા બાદ, આતંકવાદ નાબૂદ કરોના સૂત્રો લખેલ બેનરો સાથે રેલી યોજાઈ હતી. મોરબીના જૂના બસ સ્ટેન્ડથી શરૂ કરી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
