તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૃ.૨૭૧ કરોડની વીજ ચોરી ઝડપાઈ
PGVCLએ ૪.૭૪ લાખ વીજ જોડાણની કરી તપાસઃએપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન કુલ ૪,૭૪,૩૪૭ વીજ જોડાણોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું

કચ્છ: ગુજરાતમાં વીજ ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એ પોલીસની ટીમ સાથે રાખીને ગત નાણાકીય વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ ગામડાંઓ-વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં PGVCLએ ૨૭૧.૦૧ કરોડ રૃપિયાની વીજ ચોરી પકડી હોવાનું સામે આવ્યું છે.
કચ્છ-સૌરાષ્ટ્રના ગામડાંઓ-વિસ્તારોમાં PGVCLની વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરો સહિતની ટીમ દ્વારા એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમિયાન કુલ ૪,૭૪,૩૪૭ વીજ જોડાણોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ ૬૩,૧૯૮ વીજ જોડાણોમાં વીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આમ અંદાજીત રકમ રૃ.૨૭૧.૦૧ કરોડની ચોરી થઈ હતી.
મળતી માહિતી મુજબ, ગત નાણાકીય વર્ષમાં ૧ કરોડથી વધુ રૃપિયા પાવરચોરીનું બિલ આવ્યું હોય તેવા પાંચ ગ્રાહકો મળી આવ્યા હતા. જેમાં ગોંડલ તાલુકાના શેમળા ગામમાં સ્પિનિંગ મિલના મીટરમાં ચેડા કરીને રૃ.૨.૪૧ કરોડ, કાનેર તાલુકાના લક્કડધાર ગામના ટાઈલ્સના યુનિટમાં મીટરમાં ચેડા કરીને રૃ.૨.૧૩ કરોડ, ભચાઉના માનફરા ગામના સિલિકા મેન્યુફેક્ચરિંગ યુનિટના વીજ જોડાણમાં મીટર બાયપાસ કરીને રૃ.૧.૬૫ કરોડ, ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઈલ ઇન્ડ.ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડા કરીને રૃ.૧.૧૬ કરોડ અને કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જિનિયરીંગ વર્ક્સ યુનિટમાં મેગ્નેટનો ઉપયોગ કરીને રૃ.૧.૧૫ કરોડની વીજ ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
