<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ગોંડલમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકી હુમલામાં મૃતકોને અર્પણ કરાઈ શ્રધ્ધાંજલી

શ્રધ્ધાંજલીની સાથે પ્રતિકારક સભા અને આતંકવાદનો પૂતળા કાર્યક્રમ પણ યોજીને લોકોએ વ્યક્ત કર્યો રોષ.

ગોંડલ : ગોંડલમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં મૃતકોને શ્રધ્ધાંજલી  અર્પણ કરાઈ હતી
શહેરના માંડવી ચોક ખાતે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી
મૃતકોને શ્રધ્ધાંજલીની સાથે પ્રતિકારક સભા અને આતંકવાદનો પૂતળા કાર્યક્રમ પણ યોજીને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો
લોકોએ હિન્દુસ્તાન જીન્દાબાદ,પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવીને આતંકી હુમલા સામે રોષ વ્યક્ત કર્યો
કાર્યક્રમમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ,બજરંગ દળના હોદેદારો,સંતો મહંતો,આગેવાનો સાથે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ..

(11:02 PM IST)